SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિ અને ગુરુવંદના ૨૦૩ અનંત સુખમાં ઝીલવાનું કર્યું! કેવા અનંત ગુણ! કેવી ત્યાં સદા નિષ્કલંક, નિરાકાર, નિર્વિકાર નિરાબાધ સ્થિતિ! કેવક ત્યાં જન્મ, મરણ, રોગ, શેક કે દારિદ્રય વગેરે પીડા જ નહિ. ધન્ય પ્રભુ!” આ પાંચ ત્રિક થયા. હવે બીજા પાંચ ત્રિક ૬. દિશાત્યાગ ૩ - હવે ત્યવંદન કરવું છે, તે ત્યાં વંદન-ગને વ્યાઘાત ન થાય અર્થાત્ ચિત્તમાં પ્રારંભેલ વંદના-પરિણામ સહેજ પણ ઘવાય નહિ, ને ઠેઠ સુધી અખંડિત ચાલે, એ માટે પહેલાં આપણી બે બાજુ અને પાછળની દિશામાં, અથવા ઉપર-નીચે અને આજુબાજુ, એમ ૩ દિશામાં જોવાનું બંધ કરવાનું, ને મૈત્યવંદન પૂરું થાય ત્યાં સુધી પ્રભુ સામે જ જોવાનું નક્કી કરી લેવાનું એ દિશાત્યાગ. આખું ચૈત્ય એ સાચવવુ. ૭. પ્રમાજના ૩,– બેસતાં પહેલાં ત્રણ વાર ખેસના છેડાથી જગા પ્રમાઈ લેવી, જેથી બરાબર જીવરક્ષા થાય. ૮. આલંબન ૩ - બેસીને મનને ત્રણ આલંબન આપવાના ૧. પ્રતિમા, ૨. આપણે બોલીએ તે સૂત્ર-શબ્દ, અને ૩. એનો અર્થ એ ત્રણમાં જ આંખ-જીભ-ચિત્ત રાખવાનું. ૯ મુદ્રા ૩,–ગના યમ-નિયમાદિ ૮ અંગોમાં ત્રીજું આસન નામનું અંગ છે. ચીત્યવંદનને મહાન વેગ સાધવા એની પણ જરૂર છે. તે શરીરની વિશિષ્ટ મુદ્રાથી સિદ્ધ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy