________________
२००
જૈન ધર્મને પરિચય
(૩) પ્રણામ ક – 1) “અંજલિબદ્ધ પ્રણામ, સહેજ નમેલા મસ્તકે અંજલિ લગાડી “નમે જિણણ” બેલવાનું, તે મંદિરે પહેલવહેલા પ્રભુદર્શને. (ii) અર્થાવત પ્રણામ”ગભારાના દ્વારે પ્રભુ સામે ઊભા રહેતાં શરીર અડધું નમાવી અંજલિબદ્ધ પ્રણામ કરવાને તે. (iii) ત્રીજે “પંચાંગ પ્રણિપાત” પ્રણામ,-ચૈત્યવંદન કરતાં પહેલાં બે ઢીંચણ, બે હાથ અને માથું જમીનને અડાડી કરીને પ્રણામ (ખમાસમણું).
(૪) પૂજા ૩ - અંગ-પૂજા, અગ્ર-પૂજા અને ભાવપૂજા. પ્રભુને અંગે અડાડીને કરાય તે અંગપૂજા. દા. ત. જલ. (દૂધ) ચંદન, કેશર આદિ પુષ્પ (વરખ, બાદલું, અલકાર). પ્રભુની આગળ કરાય તે અગ્રપૂજા – ધૂપ, દીપ, અક્ષત, ફળ તથા નિવેદ. અંગપૂજા ત્રણ અને અગ્રપૂજા પાંચ મળીને અષ્ટપ્રકારી કહેવાય. તે દ્રવ્યપૂજા છે. પછી સ્તુતિ ચૈત્યવંદન, પ્રભુના ગુણગાન વગેરે ભાવભક્તિ કરાય તે ભાવપૂજા કહેવાય.
(૫)અવસ્થાચિતન ૩,- દ્રવ્યપૂજા કર્યા પછી પ્રભુજીની સામે, પુરુષે પ્રભુની જમણી (અર્થાત્ પિતાની ડાબી બાજુ અને સ્ત્રીએ પ્રભુની ડાબી (અર્થાત્ પિતાની જમણી બાજુ ઊભા રહી પ્રભુની પિંડસ્થ–પદ–રૂપસ્થ એ ત્રણ અવસ્થા ચિતવવાની. (એ અવસ્થાનું સ્વરૂપ અને એમાં પ્રભુના ગુણ.) (i) “
પિસ્થ” અવસ્થામાં વળી જન્મ અવસ્થા, રાજ્ય અવસ્થા, શ્રમણાવસ્થા–એમ ત્રણ અવસ્થા ચિંતવવાની. ચિંતવન આ રીતે કરવાનું, પણ તે ગદગદ હૃદય અને ભારે અહોભાવ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org