SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર (નવકાર) મંત્ર અને પંચપરમેષ્ઠી ૧૮૩ આચાર્ય બની એ જગતમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર એ પવિત્ર પંચાચારને પ્રચાર કરે છે, તેમજ એ પંચાચાર પાળવા ઉદ્યત બનેલાને શરણું આપી પંચાચારનું નિર્મળ પાલન કરાવે છે. પ ઇન્દ્રિયનિગ્રહ+૯ બ્રહ્મચર્યગુપ્તિ (વાડ) +૪ કષાયત્યાગ + ૫ આચાર+પ સમિતિ +૩ ગુપ્તિ = ૩૬ ગુણ હોય છે. એવી ૩૬-૩૬ ગુણેની ૩૬ છત્રીશી છે. ૪. ઉપાધ્યાય એ ચેાથા પરમેષ્ઠી છે. એ પણ મુનિ બનેલા હોય છે, અને જિનાગમને અભ્યાસ કરી ગુરુ પાસેથી , ઉપાધ્યાય પદ પામેલા હોય છે. રાજા-તુલ્ય આચાર્યને એ મંત્રી જેવા બની મુનિઓને જિનાગમ(સૂત્રોનું અધ્યયન કરાવે છે. એમનામાં આચારાંગાદિ ૧૧ અંગ +૧૪ પૂર્વ (જે બારમા દૃષ્ટિવાદ અંગને એક મુખ્ય ભાગ છે) = ૨૫નું પઠન-પાઠન હોવાથી ૨૫ ગુણ કહેવાય છે. પ. સાધુ એ પાંચમા પરમેષ્ઠી છે. એમણે મેહમાયાભર્યા સંસારનો ત્યાગ કરી જીવનભર માટે અહિંસાદિ મહાવતે સ્વીકારેલ હોય છે, અને એ પવિત્ર પંચાચારનું પાલન કરે છે. એ પાલનમાં ઉપયોગી શરીરને ટકાવ માધુકરી ભિક્ષાથી કરે છે. તે પણ સાધુ માટે નહિ બનાવેલ, નહિ ખરીદેલ નિર્દોષ આહાર જ ગ્રહણ કરે છે. એમાં પણ દાતાર ભિક્ષા દેતાં પાણું અગ્નિ, વનસ્પતિ વગેરેને સાક્ષાત્ કે પરંપરાએ પણ મુદ્દલ અડેલ ન હોય તે જ એની પાસેથી ભિક્ષા લેવાની, ઈત્યાદિ કેટલાય નિયમે સાચવે છે. સાધુ સંસારત્યાગી હોવાથી એમને ઘરબાર હોતા નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy