________________
૧૮૪
જૈન ધર્મને પરિચય
એ કંચન-કામિનીના સર્વથા ત્યાગી હોય છે, એને અડતા સરખા નથી. એટલું ઊંચું અપરિગ્રહ અને બ્રહ્મચર્યવ્રત પાળે છે. એ વાહનમાં બેસતા નથી. ગામેગામ પગે ચાલીને વિહાર કરે છે, અને સ્થિરતા કરે ત્યાં સાધુચર્યાની આવશ્યક ક્રિયાઓ અને જ્ઞાન-ધ્યાનમાં દિનરાત મસ્ત રહે છે. દાઢી-મૂછ માથાના વાળ પણ હજામતથી ઉતરાવતા નથી, પણ હાથેથી ઉખેડી નાખે છે. લેકોને જીવ-અછવ આદિ તત્ત્વ તથા અહિંસા, સત્ય, નીતિ, સદાચાર, દાન શીલ ત૫ શુભભાવન, પાપકાર વગેરે ધર્મને ઉપદેશ કરે છે.
સાધુના ગુણ ૨૭:-૬ વ્રત પાલન, પૃથ્વીકાયાદિ ૬ કયરક્ષા, પ ઈદ્રિયજય, ૩ મને વાક્કાય-સંયમ-એમ ૨૦, (૨૧) ક્ષમા, (૨૨) લેભનિગ્રહ, (૨૩) ભાવવિશુદ્ધિ, (૨૪) પડિલેહણાદિમાં ઉપયોગ, (૨૫) અનુષ્ઠાનમાં રક્તતા, અને (૨૬-ર૭) પરીષહઉપસર્ગસહન.
આ પાંચ પરમેષ્ઠી પૈકી દરેક પરમેષ્ઠી એટલા બધા પવિત્ર અને પ્રભાવશાળી છે કે એમના વારંવાર સ્મરણ અને વારંવાર નમસ્કારથી વિદને દૂર થાય છે, મહામંગળ થાય છે, તથા ચિત્તને અનુપમ સ્વસ્થતા, તૃપ્તિ અને આધ્યાત્મિક બળ મળે છે.
પાંચ પરમેષ્ઠીનું સ્મરણ, નમસ્કાર, સ્તુતિ, પ્રશંસા, જાપ, ધ્યાન અને લય સર્વ કર્મને ક્ષય કરી એક્ષપદ આપે છે. અલબત્ એની સાથે, શ્રાવકપણે હોય ત્યાં સુધી શ્રાવકપણાને ઉચિત અને સાધુ થયા પછી સાધુપણાને ઉચિત આચાર–અનુષ્ઠાને બરાબર પાલન જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org