SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર (નવકાર) મંત્ર અને પંચપરમેષ્ઠી ૧૮૧ ૧૨ ગુણ કહેવાય છે. કુલ એમનામાં ૩૪ અતિશય (= વિશિષ્ટ વસ્તુઓ ઉત્પન્ન થાય છે. એમને એક ભાગ આઠ પ્રાતિહાર્ય, સિહાસન–ચામર-ભામંડળ-૩ છત્ર-અશોકવૃક્ષ-પુષ્પવૃષ્ટિદિવ્ય ધ્વનિ-દેવદુંદુભિ છે. આ એમની સાથે રહે છે. આ વિશિષ્ટતા ઉત્પન્ન થવામાં કારણભૂત એમણે પૂર્વભવમાં સાધેલ (૧) અરિહંત-સિદ્ધ-પ્રવચન વગેરે ૨૦ પદ પૈકી કોઈ એક યા બધા પદ (૨૦ સ્થાનકની તથા (૨) અત્યંત નિર્મળ સમ્યગ્દર્શનની ઉચ્ચકેટિની સાધના, તેમજ (૩) સંસારના કર્મ પીડિત સર્વજીને “કેમ ઉદ્ધાર કરું’ એવી કરુણ ભાવના છે. અરિહંત બનવાના જીવનમાં પણ મેટી રાજ્યઋદ્ધિ, વૈભવવિલાસ વગેરેને તિલાંજલિ આપી, સર્વપાપ-પ્રવૃત્તિના ત્યાગ રૂપે અહિંસાદિના મહાવ્રત સ્વીકારે છે, પછી કઠોર સંયમ, તપસ્યા અને ધ્યાનની સાધના સાથે ઉપસર્ગપરિષહને સહન કરે છે. એથી જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતી કર્મને નાશ કરી વિતરાગ સર્વજ્ઞ બને છે. ત્યાં પૂર્વની પ્રચંડ સાધનાથી ઉપજેલ તીર્થકર પણાનું પુણ્ય પણ ઉદયમાં આવે છે, અને એ અરિહંત બને છે. અરિહંત ધર્મશાસનની સ્થાપના કરે છે. એમાં એ જગતને યથાર્થ તત્ત્વ અને મોક્ષમાર્ગ આપે છે, તથા સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ સ્થાપે છે. ક્રમશઃ આયુષ્ય સમાપ્ત થતાં બાકીના વેદનીય આદિ અઘાતી કર્મને ક્ષય કરી ક્ષે પધારે છે, ત્યારે એ સિદ્ધ બને છે. અરિહંતમાં ૪ ઘાતી કર્મના ક્ષયથી ૪ ગુણ અને સિદ્ધમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy