SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ જૈન ધર્મને પરિચય પરમેષ્ઠી-નમસ્કારમાં આ આકર્ષણ સક્યિ બને છે. અરિહંતસિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય અને સાધુ– આ પાંચ પરમેષ્ઠી છે. (૧) અરિહંત એ પહેલા પરમેષ્ઠી છે, વિચરતા દેવાધિદેવ પરમાત્મા છે. અરિહંત એટલે જે દેવેની પણ પૂજાને અહં છે–ગ્ય છે, એ અરિહંત ૧૮ દોષના ત્યાગી અને ૧૨ ગુણ ગુણવંતા છે. એમણે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મના નાશથી ક્રમશઃ અજ્ઞાન, નિદ્રા અને દાનાદિ પાંચના અંતરાય એ ૭ દોષ તથા મોહનીય કર્મના નાશથી ૧૧ દેષ મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ અને કામ એ પ તેમજ હાસ્ય, શેક, હર્ષ, ઉદ્વેગ, ભય અને જુગુપ્તા (દુગછા) એ ૬ એમ પ+ ૬ = ૧૧ અને ૭+૧૧ = અઢાર દેષ ત્યજી દીધા છે, એથી એ વીતરાગ બન્યા છે. અરિહંતના ૧૨ ગુણ - અરિહંતમાં ૩૪ અતિશયે યાને પુરુષોત્તમના–પરમેશ્વરતાની વિશિષ્ટતાઓ છે. એમાં ૪ મુખ્ય અતિશય અને ૮ પ્રાતિહાર્યરૂપ અતિશય એમ ૧૨ ગુણ અરિહંતના છે. ૪ અતિશયમાં ૧૮ દોષને ત્યાગ એ એમને અપાયા પગમ” અતિશય છે. (અપાય = દોષ– અનર્થ– ઉપદ્રવ.) એ જ્યાં વિચરે ત્યાં ૧૨૫ એજનમાંથી મારી– મરકી વગેરે ઉપદ્રવ દૂર થાય છે, એને પણ અપાયા પગમ અતિશય’ કહે છે. વીતરાગ બનવાથી પછી સર્વજ્ઞ બને છે. એ “જ્ઞાનાતિશય” છે. ત્યાં જઘન્યથી કેડ દેવતા સાથે રહે, દે ઈન્દ્રો પૂજા ભક્તિ કરે વગેરે એ “પૂજાતિશય છે. પ્રભુ ૩૫ ગુણવાળી દેશના આપે, એ “વચનાતિશય” છે. આ ૪ મુખ્ય અતિશય છે. સાથે ૮ પ્રાતિહાર્ય ગણતાં અરિહંતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy