SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકની દિનચર્યા અને પર્વકૃત્ય ૧૭૭ મેક્ષ–સાધનાને આ કેટલે સુંદર અવસર મળે છે!” અથવા (ii) અંધારે દીવા જેવા કે સમુદ્રમાં દ્વીપ જેવા જિનધર્મને આ કે સુંદર મેકે મળે છે!” એ વિચારવું. (૭) ધર્મ—ગુણે - શ્રત ધર્મને સાક્ષાત્ શમાનુભવકારી ગુણ અને ચારિત્રધર્મને મદ-આશા-વિકારાદિના શમન દ્વારા ઈદ્રાદિથી અધિક સુખાનુભવ ગુણ ચિંતવ; અથવા ક્ષમાદિ ધર્મનાં કારણ–સ્વરૂપ અને ફળ વિચારવા. (૮) બાધકોષ વિપક્ષ - ધર્માધિકારી જીવ જે જે અર્થરાગ-કામરાગાદિ દેષથી પીડાતે હોય, તેને પ્રતિપક્ષી વિચાર કરે; દા. ત. “પૈસા પાછળ કેવા સંકશ તથા કેવા પાપ થાય છે અને ધર્મક્ષણની કેવી બરબાદી થાય છે!..' વગેરે વિચારવું. (૯) ધર્માચાર્ય - “ધર્મપ્રાપ્તિ-વૃદ્ધિમાં કારણભૂત ગુરુ કેવા નિઃસ્વાર્થ ઉપકારી! કેવા ગુણિયલ ગુરુ! એ ઉપકાર કે દુષ્પતિકાય!..” એ વિચારવું. (૧૦) ઉઘતવિહાર:- અનિયતવાસ, મધુકરી ભિક્ષા, એકાંતચર્યા, અલ્પ ઉપધિ, પંચાચાર–પાલન, ઉગ્ર વિહાર, વગેરે કે સુંદર મુનિવિહાર! “હું ક્યારે એ પામીશ!...” આને વિસ્તારથી ચિંતવવું. * પર્વ : ધર્મની વિશેષ આરાધના માટે વિશિષ્ટ દિવસો નક્કી થયેલા છે. જેવા કે બીજ-પાંચમ-આઠમ–અગિયારસ-ચતુર્દશીપૂનમ-અમાવાસ્યા, ૨૪ પ્રભુના કલ્યાણક દિવસે, કાર્તિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy