SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ જૈન ધર્મને પરિચય * રાત્રે જાગતાં શું વિચારવું - સંવેગવર્ધક ૧૦ ચિંતવના (૧) સૂક્ષ્મ પદાર્થ:- કર્મ, એનાં કારણું, તથા વિપાક, આત્માનું શુદ્ધ અને અશુદ્ધ સ્વરૂપ, ષડ-દ્રવ્ય વગેરે સૂક્ષ્મ પદાર્થોની વિચારણ. (૨) ભાવસ્થિતિ – એટલે કે સંસારસ્વરૂપ ચિંતવવું રાજા રંક થાય છે, રંક રાજા થાય છે, બેન પત્ની બને છે. પિતા પુત્ર બને છે...' વગેરે જોતાં સંસાર નિર્ગુણ છેઈત્યાદિ સંસારનું વિચિત્ર સ્વરૂપ વિચારવું. અથવા ભવસ્થિતિ કેમ પાકે એ ચિતવવું. (૩) અધિકરણ શમન - અધિકરણ એટલે કે (1) કજીયે અથવા (૨) કૃષિ-કર્મ આદિ તથા પાપસાધનો, હું એ કયારે શમાવીશ, અટકાવીશ.” એ ભાવના કરવી. (૪) આયુષ્યહાનિ - પ્રતિક્ષણ આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે, કાચા ઘડામાંના પાણીની જેમ નષ્ટ થઈ જવાનું છે, તે હું ક્યાં સુધી ધર્મ ભૂલી પ્રમાદમાં રહીશ..” એ વિચારવું. (૫) અનુચિત ચેષ્ટા - જીવહિંસા, અસત્ય, ફૂડ કપટ વગેરે પાપ કર્યો કેવા બિભત્સ છે, એનાં અહીં અને પરલેકમાં કેવા કેવા કટુ વિપાક આવે છે ! એ વિચારવું. (૬) ક્ષણલાભદીપના :- (i) માનવ જીવનની અપ ક્ષણેના પણ શુભ-અશુભ વિચાર કેવાં મહાન શુભ-અશુભ કર્મ બંધાવે છે!” અથવા (ii) “વ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy