________________
ભાવશ્રાવક
૧૬૯
૧૪. ઉપશમને જ સુખને તથા પ્રવચનને સાર સમજી ઉપશમપ્રધાન વિચારોમાં જ રમતે શ્રાવક રાગ-દ્વેષથી પીડાય નહિ, અને મધ્યસ્થ તથા હિતકારી રહી દુરાગ્રહ કદી ન કરે, સત્યને આગ્રહી રહે.
૧૫. સમસ્ત વસ્તુઓની ક્ષણભંગુરતા મનમાં સતત ભાવિત કરતે, ધન-સ્વજનાદિના સંયોગમાં બેઠે છતાં એને નાશવંત સમજ, પર માની, એના પર “અસંબંધ” રહે, અર્થાત્ આંતરિક મમતાને સંબંધ ન ધરે.
૧૬. સંસાર પ્રત્યે વિરક્ત મનવાળો બની, ભેગઉપભેગ એ કદી તૃપ્તિનું કારણ નથી, એનાથી કદી તૃપ્તિ થતી નથી,' એમ સમજીને “પરાર્થભેગી” અર્થાત્ કામ ભોગમાં પ્રવર્તવું પડે તે તે માત્ર કુટુંબીઓનું મેં સાચવવા જ પ્રવર્તે, પણ નહિ કે એમાં લહેર–મજા–આનંદ છે” એમ સમજીને.
૧૭. ઘરવાસમાં નિરાશંસ બની વેશ્યાની જેમ ઘરવાસને પારકું માની નભાવે, અને એનાં પ્રત્યે શિથિલ ભાવવાળે રહી “આજે છેઠું, કાલે છડું, એવી ભાવનામાં રમે.
9 પ્રશ્ન ? (૧) ભાવશ્રાવકનાં ક્રિયાગત ને ભાવગત લક્ષણ એટલે શું?
એ કયાં કયાં? (૨) ઉદુભટ વેશ, વિકારી વચન, અભિનિવેશ, એ કયા કયા
નિષિદ્ધ છે? (૩) શીલવંત અને ગુણવંત બનવા શું શું જોઈએ? (૪) ઇન્દ્રિય, ગૃહ, જિનગમ પ્રત્યે કેવા ભાવ રાખવા?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org