________________
૧૫૬
જૈન ધર્મને પરિચય સિનેમા, નાટક વગેરે ઉપરોક્ત પ્રમાદ–આચરણે આત્માને કામવાસના બાહ્યભાવ અને કષામાં ખેંચી જનારા છે. શ્રાવક તે “–સર્વથા નિપાપ જીવન કયારે મળે—” એવી ઝંખનાવાળે હોય છે. એટલે એવી ઉચ્ચ આત્મ-પ્રગતિને રૂંધનારા બાહાભાવ તથા કષાને એ ન જ પોષે. ૯ મું વતઃ સામાજિક
અનંત જીને અભયદાન દેનારી અહિંસા ને સત્યાદિવ્રતના તથા સમભાવના લાભ માટે સર્વ સાંસારિક પાપપ્રવૃત્તિ છોડી વિધિપૂર્વક પ્રતિજ્ઞા કરીને, કટાસન પર બેસી બે ઘડી માટે જ્ઞાન–યાન કરવું, તે સામાયિક કહેવાય. રોજ આટલા ..સામાયિક, અગર દર મહિને કે દર વર્ષે આટલા....સામાયિક કરીશ” એવી પ્રતિજ્ઞા લેવાની.
પ્ર.- આવી પ્રતિજ્ઞાથી શું વિશેષ લાભ? સામાયિક કરે ત્યારે લાભ તે થાય જ છે ને? - ઉ૦- એમ ને એમ સામાયિક કરે ત્યાં તે સામાયિકમાં બેસે ત્યારે જ લાભ મળે; અને મહિનો, વર્ષ કે જીવનભરની પ્રતિજ્ઞા લઈને કરે ત્યાં પ્રતિજ્ઞાને સળંગ સતત લાભ મળે એ વધારામાં, “જાવ મણે હેઈ નિયમસંજુત્તો, છિન્નઈ અસુહંકશ્મ જીવ જ્યાં સુધી મનમાં નિયમના ઉપગવાળો હોય ત્યાં સુધી અશુભ કર્મ છેદય છે.
સામાયિકમાં મન-વચન-કાયાની પાપપ્રવૃત્તિ, વિકથા, સામાયિકનું વિસ્મરણ... વગેરે ન થાય, એ સાવધાની રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org