________________
દેશવિરતિ : બારવ્રત
૧૫૩
બાકીનાના ત્યાગની પ્રતિજ્ઞા કરવી.
અન્ન-પાનમાં શ્રાવકે બનતાં લગી સચિત્ત (સજીવ)ને ત્યાગ રાખે; દા. ત. કાચું પાણી, કાચાં શાક, સચિત્ત ફળ કે તરત કાઢેલ રસ, કાચું મીઠું વગેરે, એ સચિત્ત કહેવાય.
પ્રઃ- સચિત્ત ત્યાગ રાખવામાં સચિત્તને અચિત્ત કરવા જતાં અગ્નિકાય વગેરે ઘણું જીવે મરે છે, તે એના કરતાં સચિત્ત જ ખાઈ લેવું શું છેટું? પેલા અગ્નિકાયાદિ જીવોની હિંસા તે ન કરવી પડે.
ઉ૦- અલબત સચિત્તને અચિત્ત કરવામાં જીવ નાશ થાય છે, પરંતુ સચિત્ત વાપરવામાં જીવતા જીને સીધા પિતાના મુખથી ચાવી કે ગળે ઉતારી જવાનું થાય એ વધુ નિર્દયતા છે, વધુ કુર પરિણામ છે. ધર્મ આત્માના કમળ પરિણામમાં છે. તેમજ અચિત્ત કરતાં સચિત્ત વધુ વિકારક છે. માટે સચિત્તનો ત્યાગ જરૂરી છે.
અચિત્ત શું શું?– ઉકાળેલું પાણી, ધાઈને બરાબર ચઢેલાં શાક, કાપ્યા અને બીજ જુદું પાયાની બે ઘડી પછીનાં પાકાં ફળ કે રસ, (પાકા કેળામાં બીજ નથી તેથી તે વગર કાપ્યાં પણ અચિત્ત છે), લાલ છાંટ વિનાનું સફેદ સિંધવ બલવણ યાને ભઠીમાં પકવેલું મીઠું ફૂલાવેલી ફટકડી, વગેરે અચિત્ત છે. છેવટે અમુક સચિત્ત મોકળા રાખી બાકીનાને ત્યાગ, તથા પર્વતિથિ-માસા વગેરેમાં સર્વથા સચિત્ત ત્યાગ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org