________________
ઉપર
જૈન ધર્મને પરિચય
૯ દાસદાસી-એવા નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ નક્કી કરવું કે “આટલાથી વધુ રાખું નહિ.” અથવા “બધાની કુલ, મૂળ યા બજાર ભાવની કિંમત રૂપિયાથી વધુ કિંમતને પરિગ્રહ રાખ્યું નહિ. વધુ આવી જાય તે તરત ધર્મ માર્ગે ખચી નાખું' આ પ્રતિજ્ઞા આ કરતી વખતે વધતી કારમી મેંઘવારીનો વિચાર રાખવે. એ માટે લાખ બે લાખ રૂ. એમ રકમ ન ધારતાં આટલા તેલા સેનાની ચાલુ બજાર ભાવની કિંમત કરતાં અવિક પરિગ્રહ નહિ રાખું એવી ધારી શકાય. વ્રતનું પાલન માટે પરિગ્રહના પરિમાણુનું વિસ્મરણ ન થવા દેવું. અધિક પરિગ્રહને સ્ત્રી-પુત્રાદિના નામે રાખી એના પર પોતાની હકુમત ન રાખવી. પ્રતિજ્ઞાની કલપના ન
ફેરવવી, વગેરે સાવધાની જાળવવી. - ૬ ઠું વ્રત: દિશાપરિમાણઃ
ઉપર નીચે –૧ માઈલ, ને ચારે દિશામાં આટલા આટલા માઈલની અથવા ભારતની બહાર જાઉં નહિ,- આ પ્રતિજ્ઞા. આના પાલનમાં પરિમાણ ભૂલવું નહિ, એક દિશામાં સંક્ષેપી બીજી દિશામાં જરૂરી એટલે વધારો ન કરે; વગેરે સાવધાની રાખવી જોઈએ. ૭ મું વતઃ ભેગે પગ પરિમાણુ
ભેગ એટલે એક જ વાર ઉપગમાં આવે તેઅન્ન-પાન, તબલ-વિલેપન, ફલ, વગેરે. ઉપભોગ એટલે વારંવાર ઉપયોગમાં આવે તે- ઘર, ઘરેણું, પલંગ, ખુરસી, પથારી, વાહન, પશુ વગેરે. સાતમા વ્રતમાં આનું પોતાની શક્તિ મુજબ પાલન થાય એવું પ્રમાણ નક્કી કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org