________________
દેશવિરતિ : બારવ્રત
૧૫૧ (વગર વિચાર્યું) ન બોલવું, પત્ની-મિત્ર વગેરેની ગુપ્ત વાત કેઈને ન કહેવી, બીજાને જુઠ બોલવાની સલાહ ન આપવી, ખોટા પડા–દસ્તાવેજ ન લખવા-આ સાવધાની બરાબર જાળવવી જોઈએ. ૩ જુ અણુવ્રત: સ્થલ ચેરી ત્યાગઃ
(સ્થૂલ અદત્તાદાન-વિરમણ) “રાજ્ય-દંડે, લેક ભાડે (નિદે) એવી ચોરી, હું કરૂં નહિ.” આ પ્રતિજ્ઞા. એમાં ચોરી, લૂંટફાટ, ખાતર પાડવું, ખીરસા કાપવા, ગઠડી ઉપાડવી, દાણચોરી, ટિકિટચારી વગેરેને ત્યાગ કરવાને. આ વ્રતના વિશુદ્ધ પાલન માટે પાંચ અતિચાર ટાળવાના–ચરને ટેકે ન આપ, ચોરીને માલ ન સંઘરે, ભળતે યા ભેળસેળ માલ ન વેચવે, રાજ્યવિરુદ્ધ કાર્ય ન કરવું, ખોટા માપ વગેરે ન રાખવાં-આ સાવધાની જાળવવી જોઈએ. ૪ થું અણુવ્રત: સ્વસ્ત્રીસંતોષ-પરસ્ત્રી ત્યાગઃ
સદાચાર (સ્થૂલ મૈથુન-વિરમણ) પરસ્ત્રી, વેશ્યા, વિધવા અને કુમારિકાના ભેગને ત્યાગ અને સ્વસ્ત્રમાં સંતોષની પ્રતિજ્ઞા. એના શુદ્ધ પાલન માટે અનંગ (કામના અંગ સિવાયના અંગની ) કડા, તીવ્ર વિષયાસક્તિ અને પરના વિવાહકરણ ન કરવાની સાવધાની રાખવી. ૫ મું અણુવ્રત: પરિગ્રહ-પરિમાણુ
(સ્થૂલ પરિગ્રહવિરમણ) ૧ ધન, ધાન્ય, ૩ જમીનખેતર, ૪ મકાન-દુકાન-વાડી, ૫ સોનું-રૂડું વગેરે, ૬ હીરામોતી વગેરે ઝવેરાત, ૭ વાસણ-કુસણ-ફરનિચર, ૮ હેર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org