SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જૈન ધર્મને પરિચય ન જ થાય, અને મોક્ષ ન જ નીપજે – એવું નથી. (૬) મેક્ષના સાચા ઉપાય પણ છે,-દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ. ૮ પ્રભાવના - જનતામાં જૈનશાસનની પ્રભાવના કરે એવી પ્રવચનિક્તા, ધર્મકથક્તા વગેરે આઠમાંની એકેક વિશેષતાથી સમ્યફવ નિર્મળ થાય છે, માટે એને ય અહીં ૬૭ વ્યવહારમાં ગણેલ છે. એવી વિશેષતાવાળી આઠ છે. (આઠ પ્રથમાક્ષરમાં-પ્રાકકવિ નૈવાસિત) (૧) પ્રવચનિક (પ્રવચન = દ્વાદશાંગી) = તે તે કાળમાં ઉપલબ્ધ સર્વ આગમના પ્રખર અભ્યાસી; (૨) ધર્મકથા = આક્ષેપિણી, વિક્ષેપિણું, સંવેજની અને નિવેદકારિણી ધર્મકથામાં કુશળ; (૩) કવિ = ચમત્કારિક વિશિષ્ટ ઉપ્રેક્ષાદિભર્યા કાવ્ય શીધ્ર રચી શકે તે, (૪) વિદ્યાવાન = પ્રજ્ઞપ્તિ આકાશગામિની વગેરે વિદ્યા જેને સિદ્ધ છે તે. (૫) નૈમિત્તિક = ભૂત-ભવિષ્ય જાણી શકે એવા નિમિત્તશાસ્ત્રમાં નિષ્ણુત; (૬) વાદી = પરમતખંડન-સ્વમસ્થાપનકારી વાદની લબ્ધિવાળા. (૭) સિદ્ધ = ચમત્કારિક પાદપ, અંજનગુટિકા વગેરેના જાણકાર અને (૮) તપસ્વી = વિશિષ્ટ તપસ્યાવાળે. ૧૦. વિનય - સમક્તિી આત્મા પંચ પરમેષ્ઠી અને ચૈત્ય-શ્રુત-ધર્મ–પ્રવચન-દર્શન એ દશનો વિનય કરે. (ચૈત્ય = જિન-મૂર્તિ = મંદિર, શ્રત = આગમ, ધર્મ = ક્ષમાદ યતિધર્મ, પ્રવચન = જેનશાસન-સંઘ. દર્શન = સમક્તિ; સમકિતી.) એ વિનય પાંચ રીતે ૧. બહ્માનપૂર્વક વિનય ભક્તિ, ૨. વસ્તુ-અર્પણથી પૂજા, ૩. ગુણ-પ્રશંસા, ૪. નિંદાને ત્યાગ અને ૫. આશાતના ત્યાગ. એમ દસેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy