________________
માગનુસારી જીવન
૧૩૭
Sલયન,
શ્રવણ. ૩. સાંભળતાં સમજતા જવું તે ગ્રહણ. ૪. સમજેલું મનમાં બરાબર ધારી રાખવું તે ધારણું. પછી ૫. સાંભળેલ તત્વ પર અનુકુળ તર્ક દષ્ટાંત વિચારવા તે ઊહા. ને ૬. પ્રતિપક્ષમાં “એ નથી?' તે જોવું. અગર પ્રસ્તુતમાં બાધક અંશ નથી એ નક્કી કરવું તે અપહ ૭. ઊહાપોહથી પદાર્થ નક્કી કરે તે અર્થવિજ્ઞાન. ૮. પદાર્થ–નિર્ણય પર સિદ્ધાન્ત-નિર્ણય, સાર-રહસ્ય-તાત્પર્ય નિર્ણય કે તત્ત્વનિર્ણય કરે તે તત્ત્વજ્ઞાન.
(૭) પ્રસિદ્ધ દેશાચારપાલન :- બુદ્ધિના ૮ ગુણ સાથે ધર્મશ્રવણ કરે એટલે એ લેકને જે સંકલેશ કરાવે, ધર્મનિંદા કરાવે, એવું પ્રસિદ્ધ દેશાચારનું ઉલ્લંઘન ન કરે;
(૮) શિષ્ટાચાર પ્રશંસા - શિષ્ટપુરુષના આચારે આ છે– લેકનિંદાને ભય, દીન-દુઃખિયાને ઉદ્ધાર, કૃતજ્ઞતા, અન્યની પ્રાર્થનાને ભંગ ન કરવાનું દાક્ષિણ્ય, નિંદાત્યાગ, ગુણપ્રશંસા, આપત્તિમાં દીર્ય, સંપત્તિમાં નમ્રતા, અવસરે ચિત હિત-પ્રિત-પ્રિય વચન, વચન–બદ્ધતા, વિનય, આચિત વ્યય, સત્કાર્યને આગ્રહ, અકાર્યને ત્યાગ, અતિનિદ્રા વિષય-કષાય-વિકથાદિ–પ્રમાદને ત્યાગ, ઔચિત્ય... વગેરે આચારોની પ્રશંસા કરતા રહેવું. જેથી એને પક્ષપાત રહે, ને મનમાં એના સંસ્કાર ઊભા થાય.
માનુસારીના ૩૫ ગુણેથી જીવન મઘમઘતું બને એ બહુ જરૂરી છે, કેમકે આગળ ઠેઠ સંસાર ત્યજીને સાધુપણા સુધી પહોંચેલા પણ જે આમાંના કોઈ ગુણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org