________________
માનુસારી જીવન
૧૩૫ બનતા લગી એ કરે જ નહિ. તેમ વડિલેની લજજા, દાક્ષિણ્ય હેય, તે ખોટે રસ્તે જતાં અટકે. એમ ઇચ્છા ન હેય તે પણ લજજાથી સારું કાર્ય કરવા પ્રેરાય, તેમજ બીજાની પ્રાર્થનાને ભંગ ન કરે.
(૩) સૌમ્યતા – સ્વભાવ, હૃદય, વાણી અને આકૃતિ સૌમ્ય રાખવી, ઉગ્ર નહિ પણ મુલાયમ શીતલ રાખવી, તે સોને સદૂભાવ, સહાનુભૂતિ મળે.
(૪) લોકપ્રિયતા - ઉપરોક્ત ગુણો અને સદુ આચારથી લેકને પ્રેમ સંપાદન કરે.
(૫) દીઘદૃષ્ટિ - દરેક કાર્યમાં પગલું માંડતા પહેલાં ઠેઠ પરિણામ સુધી નજર પહોંચાડવી, કે જેથી પછી પસ્તાવું ન પડે.
(૬) બલાબલ-વિચારણા - કાર્ય પરિણામે લાભદાયી પણ હોય છતાં કાર્ય અને પરિણામ માટે પિતાનું ગજું કેટલું છે એ વિચારી લેવું. બિનજામાં આઘા જઈને વધુ પાછા પડવાનું થાય.
(૭) વિશેષજ્ઞતાઃ- (વિશેષ = વિવેક) હંમેશ સારઅસાર. કાર્ય–અકાર્ય, વાચ–અવાચ, લાભ-નુકશાન, વગેરેનો વિવેક કરે. તેમજ વિશેષ નવું નવું આત્મહિતકર જ્ઞાન મેળવતા રહેવું.
(૮) ગુણપક્ષપાત :- સ્વ-જીવનમાં શું, કે બીજામાં શું, સર્વત્ર ગુણ તરફ રુચિ ધરવી, દોષ તરફ નહિ; દોષના બદલે ગુણના પક્ષપાતી બનવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org