SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ જૈન ધર્મને પરિચય અ-ચરમાવર્તકાળમાં મેક્ષની રુચિ નહિ થવાનું કારણ દેહદષ્ટિ અને જડ સુખને આવેશ વગેરેને પિષનાર સહજ મળે છે. સહજમળ નિબિડ (અંધ) રાગ-દ્વેષરૂપ છે. એને ઠીક હાસ થાય ત્યારે જ મેક્ષ અને ધર્મ ઉપર દૃષ્ટિ જાય. એ વસ્તુ જીવ ચરાવમાં આવે ત્યારે જ બની શકે છે. જેમ બિમારને રેગ પાકો ન હોય ત્યાં સુધી અન્નની રુચિ નથી થતી; એવી રીતે અ-ચરમાવર્તકાળમાં ધર્મરુચિ નથી થતી. ચરમાવર્તામાં કાળ પાક્યા એટલે ધર્મરુચિ થઈ શકે છે. ચરમાવતમાં પણ પ્રવેશ થતાં તરત જ બધાને મોક્ષ અને તે માટે ધર્મની રુચિ થાય એવું ય નથી હોતું; વહેલા મેડા પણ થાય છે. એ થયાનાં લક્ષણ ત્રણ છે - (૧) દુઃખી ઉપર દયા, (૨) ગુણવાન ઉપર છેષ નહિ અને (૩) ઔચિત્ય. આ ત્રણ કેઈ દુન્યવી લાભ આંચકી લેવા માટે નહિ, પણ નિઃસ્વાર્થભાવે થાય, હૃદયની તેવી કુણાના લીધે પ્રગટે; તે માની શકાય કે નિબિડ રાગ-દ્વેષરૂપી સહજમલ ઘસારે પડે છે. સહજમળને હાસ થાય ત્યારે જ વિષયકષાયને આંધળે આવેશ મંદ પડે છે, આત્મતત્ત્વ તથા મેક્ષ લક્ષમાં આવે છે, અને ધર્મ તરફ દૃષ્ટિ જાય છે. ધર્મ પણ બધાને પહેલવહેલે સર્વજ્ઞકથિત શુદ્ધ ધર્મ અર્થાત સમ્યગદર્શન–જ્ઞાન-ચારિત્રરૂપ સાચે મેક્ષમાર્ગ મળી જ જાય છે એવું પ્રાયઃ નથી બનતું; છતાં આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy