________________
કર્મ બંધ
૧૨૧
અલબત્ ત્યાં ય જે કોઈ ધનની લાલસા કે કેઈના પર ગુસ્સો વગેરે કરે, તે એ અશુભ ભાવ થવાથી અશુભ કર્મ બાંધે છે. છતાં બધા એવું બને કે આરંભ-સમારંભ, વિષય, પરિગ્રહ વગેરેની સાંસારિક ક્રિયાઓ સામાન્ય રીતે અશુભ ભાવની પ્રેક છે માટે એ અશુભ ક્રિયા છે, ત્યારે ધાર્મિક ક્રિયા શુભ ભાવની પ્રેરક છે માટે શુભ ક્રિયા છે; એટલે એ શુભ કર્મની કમાઈ કરાવે છે. શુભ ભાવ જગાડવા-વધારવા હોય તે, શુભ કિયા જ ઉપયોગી કહેવાય, અશુભ નહિ. તેથી જ જીવન ધાર્મિક ક્રિયા અને ધાર્મિક આચારોથી ભર્યું ભર્યું રાખવું જોઈએ. - પ્રવે- શુભ કર્મને પણ લેભ શા માટે કરે? અસલ તે એ કમ પણ એક બેડી જ છે, ભલે સોનાની બેડી પણ બેડીઓ તે તેડવાની જ છે, બેડીઓ તુટે તે જ મેક્ષ થાય છે ને? પછી શુભક–પુણ્યને લેમ શા માટે?
ઉ૦- શુભ કર્મ હોય તે સારે મનુષ્યભવ, આરોગ્ય, આર્ય દેશ, આર્ય કુળ, તથા દેવ-ગુરૂ-ધર્મની સામગ્રી મળે છે, અને તે મળવાથી જ ઊંચી ધર્મ-આરાધના થઈ શકે છે. કૂતરું ઘણુંય નવરું છે, પણ જ્ઞાનપાન, ધર્મશ્રવણ, જિનભક્તિ, વતનિયમ વગેરે કેમ નથી કરી શકતું? કહો, મનુષ્યપણાનું પુણ્ય ઉદયમાં નથી ને ધમસામગ્રી એની પાસે નથી, તેથી કહે – કમ તોડનારી ધર્મ-આરાધના માટે જરૂરી સામગ્રી મેળવી આપનાર શુભ કર્મ છે, તેથી એની પણ જરૂર છે. અહીં આયુષ્યનું શુભ કર્મ ખૂટી જાય છે, તે ધર્મસાધના અટકી પડે છે, આ દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org