________________
૧૧૪
જૈન ધર્મને પરિચય કરાવે, અને ખેંચીને તે ગતિમાં લઈ જાય, તે આનુપૂર્વી નામકર્મ,
(૧૪) ૨ વિહાગતિ નામકમ
(= ચલ) ૧. શુભ ચાલ : હંસ, હાથી વૃષભની સમાન. ૨. અશુભ : ઊંટ, ગધેડાની ચાલ.
૮ પ્રત્યેક પ્રકૃતિ:
(૧) અગુરુલઘુ નામકર્મ – એના ઉદયથી શરીર એટલું ભારે કે હલકું નહિ, પણ અગુરુલઘુ મળે. (૨) ઉપઘાત નામકર્મ – આ કર્મથી પિતાના અવયવથી પોતે જ હણાય એવા અવયવ મળે દા. તપડછભી (જીભની પાછળ નાની જીભ) ચાર દાંત (દાંત ઉપર દાંત), છઠ્ઠી આંગળી. (૩) પરાઘાત નામકર્મ – આના ઉદયે જીવ બીજાને ઓજસથી આંજી દે એવી મુખમુદ્રા મળે. (૪) શ્વાસોચ્છવાસ નામ,- આથી શ્વાસો ની શક્તિ મળે. (૫) આપ નામ - પોતે શીતલ છતાં બીજાને ગરમ પ્રકાશ કરે તેવું શરીર મળે; જેમકે સૂર્ય વિમાનના રતું શરીર. (અગ્નિમાં ગરમી તે ઉષ્ણસ્પર્શના ઉદયથી અને પ્રકાશ ઉત્કટ લાલ વર્ણના ઉદયથી છે.) (૬) ઊદ્યોત નામ = જેના ઉદયે જીવનું શરીર ઠંડે ચળકાટ પ્રકાશ આપે. દા. ત. ઉત્તર વૈક્રિય શરીર, ચંદ્રાદિના રત્ન, ઔષધિ વગેરે. (૭) નિર્માણ નામકર્મ, - સુથારની જેમ અંગે પાંગને શરીરમાં એક્કસ સ્થાને રચે તે. (૮) જિન (તીર્થકર ) નામકર્મ = જેના ઉદયથી અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ અતિશયોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org