________________
૧૦૪
જૈન ધર્મને પરિચય
* કરણ:
જૈન શા કહે છે કે કર્મ જે બંધાય, તે બધા તેવા જ રૂપે અને તે રીતે જ ઉદયમાં આવે એવું નથી બનતું; અર્થાત્ એની પ્રકૃતિ, સ્થિતિ અને રસમાં ફરક પણ પડી જાય છે. આનું કારણ જીવ જેમ કર્મનું બંધન કરે છે, તેમ સંકમણુ વગેરે પણ કરે છે. આ બંધન-સંક્રમણ વગેરેના આત્મવીર્ય–ગને “કરણ” કહે છે.
કરણ આઠ બે-બંધનકરણ, સંક્રમણુકરણ, ઉદ્વર્તનાકરણ અપવર્તનાકરણ, ઉદીરણાકરણ, ઊપશમનાકરણ, નિધત્તિકરણ અને નિકાચનાકરણ.
(૧) બંધન-કરણમાં તેવા તેવા આશ્રવના ગે થતા કર્મબંધની પ્રકિયા આવે.
(૨) સંક્રમણ-કરણમાં એક જાતના કર્મ પુદ્ગલનું તે જ જાતના બીજા રૂપના કર્મપુદ્ગલમાં સંક્રમણ થવાની પ્રક્રિયા આવે. સંક્રમણ એટલે વર્તમાનમાં બંધાતા કર્મ-પુદ્ગલમાં પૂર્વના સિલિકમાં રહેલા સજાતીય કર્મમાંથી કેટલાકનું ભળી તે રૂપે બની જવું તે. દા. ત. અત્યારે શુભ ભાવનાને લીધે શાતવેદનીય કર્મ બંધાતું હોય, તે તેમાં પૂર્વના સંચિત કેટલાંક અશાતા કર્મ ભળી શાતારૂપ બની જાય, તે અશાતા વેદનીયનું સંક્રમણ થયું ગણાય. એથી ઊલટું, અશુભ ભાવને લીધે બંધાતા અશાતા વેદનીય કર્મમાં કેટલાક પૂર્વના શતાવેદનીય કર્મનું સંક્રમણ થવાથી તે શાતાકર્મ અશાતાકર્મ બની જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org