SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મને પરિચય અમુક પ્રકૃતિ, બીજાની બીજી પ્રકૃતિ તથા અમુકની અમુક સ્થિતિ, બીજાની બીજી, એમ અમુકને અમુક રસ, બીજાને બીજે – એમ નક્કી થાય છે. દા. ત. અમુક કર્મ વિભાગની પ્રકૃતિ જ્ઞાનને આવરવાની નક્કી થઈ તે પ્રકૃતિબંધ. હવે તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય. એને સ્થિતિ-કાળ અમુક સાગરોપમ એટલે નક્કી થયા એ સ્થિતિબંધ. એને ચતુઃસ્થાનિક દ્રિસ્થાનિક (ચઉઠાણિયે બેઠાણિ) વગેરે તીવ્ર યા મંદ રસ નક્કી થયે તે રસબંધ. એમાં પુદગલ જ અમુક આવ્યા તે પ્રદેશબંધ. આમાં સ્થિતિકાળ પાકે ત્યારે તે કર્મ ઉદયમાં આવે છે, અને પિતાની પ્રકૃતિ મુજબ જ્ઞાનાદિને રેકે છે. એમાં ય રસબંધના અનુસારે તે તીવ્ર હોય તે જ્ઞાનને ગાઢપણે રોકે છે. જેથી ભણવા-સમજવાની સખ્ત મહેનત કરવા છતાં ડું ય જ્ઞાન પ્રગટતું નથી. જે મંદરસ હોય તે જ્ઞાન એના પ્રમાણમાં સારું પ્રગટે છે. * કમની મૂળ ૮ પ્રકૃતિ વાદળની ઉપમા : જીવનું મૌલિક અને વિકૃત સ્વરૂપ વાળા પ્રકરણમાં સમજાવ્યું છે તે પ્રમાણે જીવ જાણે એક સૂર્ય છે, તેમાં ૮ જાતના ગુણરૂપી પ્રકાશ છે, તેના પર ૮ જાતના કર્મરૂપી વાદળ છે; તેથી વિકૃતિ રૂપી અંધકાર બહાર પડે છે. તેને કઠાથી સમજી શકાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy