SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ જૈન ધર્મનો પરિચય આ ત્રીજી કક્ષાના કષાયની હાજરી બાકીની વિરતિનું રોકાણ કરે છે. દા. ત. પહેલી કષાય-ચેકડી જવાથી હિંસાને પાપરૂપ માની અકર્તવ્ય માની અને બીજી કષાય-ચકડી જવાથી ત્રસ જીવેની જાણી જોઈને હિંસા કરવાનું પ્રતિજ્ઞાપૂર્વક રહ્યું. પરંતુ હજી એ(વસની અજાણે હિંસા થાય તે, તેમજ જાણતાં કે અજાણતાં સ્થાવર જીવોની હિંસા થાય તે બંધ નથી કરી. એ આ પ્રત્યાખ્યાનાવરણ કષાયને લીધે છે એટલે કે આ કષાય સર્વવિરતીને યાને સર્વથા પાપત્યાગની પ્રતિજ્ઞાને અટકાવે છે, ચારિત્રને રેકે છે. એક યા બીજા કારણે ઘરવાસની આસક્તિ આ સર્વપાપ-ત્યાગમાં નથી જવા દેતી. ૪. સંજવલન કષાય એટલે સહેજ ભભુકતા કષાયઅનંતાનુબંધી વગેરે પૂર્વની ત્રણ કષાય-ચોકડી છોડવાથી સર્વ પાપના ત્યાગ સુધી આત્મા આવી ગયે, અને સાધુ બની ગયે, પરંતુ હજી કંઈક કંઈક કોધાદિ ઊઠે છે, યા સંયમ આદિ પર રાગ અને દષેિ પર દ્વેષ છે, એ આ સંજવલન કષાયનું કામ છે. આ કષાય જીવન વીતરાગતાના ગુણને અટકાવે છે. 2 ચેગ : આત્માના પુરુષાર્થથી મન-વચન-કાયાની થતી પ્રવૃત્તિને યોગ કહે છે. અર્થાત જીવના વિચાર-વાણીવર્તાવ વર્તન એ યોગ છે. એ સારા હોય તે શુભ કર્મ બંધાવે, અને ખરાબ હોય તે અશુભ કર્મ બંધાવે છે. એમાં મનના ચાર યોગ છે.– - (૧) સત્ય મનાયેગ એટલે કે વસ્તુ યા વસ્તુસ્થિતિ જેવી હોય તેવી વિચારણું ચાલે છે. દા. ત. જ્ઞાન સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy