________________
જૈન ધર્મને પરિચય
૪. આભિનિવેશિક મિથ્યાત્વ એટલે વીતરાગ સર્વને ધર્મ પામે છતાં એમાંની કેક વાત ન માનતાં એનાથી ઉલ્ટી વાતને અભિનિવેશ-દુરાગ્રહ રાખે છે.
૫. સાંશયિક મિથ્યાત્વ એટલે સર્વજ્ઞ પ્રભુએ કહેલ તત્ત્વ પર શંકા-કુશંકા.
મિથ્યાત્વ એ આત્માને મોટામાં મોટે શત્રુ છે, કેમકે જે મૂળમાં તવ, મેક્ષમાર્ગ અને દેવ-ગુરૂ–ધર્મ પર આસ્થા જ ન હોય તે હિંસાદિ પાપમાં અને ઇન્દ્રિયના વિષયમાં તીવ્ર આસક્તિ રહે છે, એથી સદ્ધર્મથી દૂર રહેવાનું થાય છે. પાપ અને વિષયોને આવેશ રાખીને અનંતવાર ત્યાગતપસ્યાદિ જીવે કર્યા છતાં એ નિષ્ફળ ગયા. માટે એ આવેશના કારણભૂત મિથ્યાત્વને દૂર કરવા જેવું છે. * અવિરતિઃ
પાપને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કરે, પાપથી વિરામ ન પામ એ “અવિરતિ” કહેવાય. કેઈપણ પાપની ક્રિયા કે કર્મ અત્યારે આપણે કરતા નથી પરંતુ એ પાપ નહિ. કરવાની પ્રતિજ્ઞા લીધી હોય, તે એ વિરતિ છે, ને પ્રતિજ્ઞા ન લીધી હોય તે એ અ-વિરતિ છે. પાપ ન કરવા છતાં પણ આ અવિપતિથી આત્માને કર્મ–બંધન થાય. આ પ્રકારનું પાપ પ્રત્યેની સાપેક્ષતાનું બંધન એટલે અવિરતિ.
પ્રવ- પાપ ન કરે છતાં ય કર્મ બંધાય? એ કેવી રીતે બને?
ઉ૦- ધર્મ અને પાપ ત્રણ રીતે થાય છે - ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org