________________
જૈન ધર્મને પરિચય
થાક (કાર્મશરીર)ની જેમ બીજું એક તૈજસ શરીર પણ સાથે લાવે છે, તેના બળે અહીં આહારને પચાવી રસ-રુધિરરૂપે શરીર બનાવે છે, અને એમાંના તેજસ્વી પુદ્ગલથી ઈન્દ્રિયે બનાવે છે, એથી કમશઃ શરીરપર્યાપ્તિઇન્દ્રિયપર્યાપ્તિ ઊભી થાય છે, પ્રતિસમય આહાર લેવાનું, શરીર વધારવાનું અને ઇન્દ્રિય બનાવી દઢ કરવાનું કામ ચાલુ રહે છે. અંતમુહૂર્ત (બે ઘડીની અંદર કાળ) થતાં શરીર, ઇન્દ્રિયે તૈયાર થઈ જાય છે. ત્યાં શ્વાસના પુદ્ગલ લઈ શ્વાસેચ્છવાસની શક્તિ (પતિ) મેળવે છે.
એકેન્દ્રિય જીવેને આટલું જ થાય એટલે કે એને ચાર જ શક્તિ ચાર જ પર્યાપ્તિ હેય. ત્યારે દ્વિીન્દ્રિય જીને રસના (જીભ) મળે છે, તેથી એ ભાષાના પુદ્ગલ લઈ ભાષારૂપે બનાવવાની શક્તિ-પર્યાતિ ઊભી કરે છે અને સંજ્ઞી પંચેન્દ્રિય છે મનના પુદગલ લઈ મનરૂપે બનાવવાની શક્તિ ઊભી કરે છે, આ શક્તિ એ પર્યાપ્તિ. આમ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસ છવાસ, ભાષા અને મન, એમ છ શક્તિ-છ-પર્યાતિ પુગલના સહારા પર ઊભી થાય છે. એમાં પોતાના પર્યાપ્ત નામકર્મના બળે પિતાને
સર્વ પર્યાયિઓ ઊભી કરે તે પર્યાપ્ત જીવ કહેવાય. અપર્યાપ્ત નામકર્મના લીધે એ પૂરી ઊભી કર્યા પહેલાં કાળ કરી જાય છે એવા જીવ અપર્યાપ્ત કહેવાય. જે પર્યાપ્ત છે છે એ પછી જીવનભર આ પર્યાપ્તિબળ પર આહાર ગ્રહણ-પરિણમન કરી પિષણ વગેરે કરે છે. * પ્રાણ = જીવનશક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org