SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ–પર્યાય ત્યારે પરણ્ય પણ અલગ-રૂપતાથી એ જ ઘડાના સંબંધી છે. ઘડે જેમ માટીમય કહેવાય છે, એમ એ જ ઘડે “સુરમય નથી, કે સુવર્ણમય નથી, તેમ કહેવાય છે. માટીમય કેણુ? તે કે ઘડે. સુવર્ણમય કેણ નહિ? તે કે એ જ ઘડે. માત્ર ઘડાની સાથે માટીમયતા અસ્તિત્વ (અનુવૃત્તિ) સંબંધથી સંબંધિત છે. સુવર્ણમયતા નાસ્તિત્વ (વ્યાવૃત્તિ) સંબંધથી સંબંધિત છે. ઓરમાન પુત્ર કેને? સાવકી માને. ખરેખર તે એને પુત્ર નથી. છતાં ઓરમાયા સંબંધથી એને જ કહેવાય છે. એમ પરપર્યાય ઘડાને જ કહેવાય. આ સ્વપર્યાય ચાર રીતે હોઈ શકે, (૧) દ્રવ્યપર્યાય, (૨) ક્ષેત્રપર્યાય, (૩) કાલપર્યાય અને (૪) ભાવપર્યાય. - (૧) દ્રવ્ય પર્યાય એટલે વસ્તુના મુખ્યદલ (ઉપાદાન)ની અપેક્ષાએ પર્યાય. (૨–૩) વસ્તુને રહેવાના ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ ક્ષેત્રપર્યાય, કાલપર્યાય. (૪) વસ્તુના ગુણધર્મ એ ભાવપર્યાય. ( દા. ત. કપડામાં સુતર એ દ્રવ્યપર્યાય. કપડું કબાટમાં રહેલું એ ક્ષેત્રપર્યાય; નવું ય અમુક માસનું એ કાલપર્યાય. સફેદ ચીકણું, કિંમતી કેટરૂપે, અમુક વ્યક્તિની માલિકીનું, ....વગેરે વગેરે એ ભાવપર્યાય. આ દ્રવ્યાદિ પણ બે રીતે (૧) સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ સ્વભાવ પર્યાય; અને (૨) પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ, પરભાવ પર્યાય. દા. ત. ઉપર કહ્યા તે વસ્ત્રને સુતરાઉપણું, કબાટમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy