SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શકય છે. અને જગતનો વ્યવહાર પણ જાણે-અજાણે આ ૪ નિક્ષેપ દ્વારા જ પ્રવતી રહે છે. તેથી જ તીર્થકર ભગવંતો જગતને આ ચાર નિક્ષેપા દ્વારા વસ્તુ સ્વરૂપ સમજાવે છે. ચાર નિક્ષેપાનું સ્વરૂપઃ નામ નિક્ષેપ:- hઈ પણ જડ-ચેતન વસ્તુનું ન મ પાડવું તેને નામ નિક્ષેપ કહે છે. ચાહે પછી તે નામ તે વ્યક્તિને અનુરૂપ હોય કે અનનુરૂપ હય, ગુણને અનુરૂપ હોય યા ન હોય. આ નામ નિક્ષેપાની ખાસ ચાર વિશેષતાઓ છે. (૧) પર્યાયથી અવાચ (૨) અર્થ નિરપેક્ષ (૩) યદચ્છયા (૪) પ્રાયઃ યાવત્ દ્રવ્યભાવી (૧) માનો કે એક માણસનું નામ ઇન્દ્ર પાડયું તે આ ઈન્દ્ર નામની વ્યક્તિ માત્ર ઈન્દ્ર શબ્દથી જ વાચ્ય બનવાની પણ ઈન્દ્ર શબ્દના બીજા શક પુરન્દર, પાકશાસન, હરિ વગેરે પર્યાથી વા નહિ બનવાની. લેકો તેને માત્ર ઈદ્ર શબ્દથી જ બોલાવવાના, પણ તેના પર્યાયવાચી શબ્દોથી બોલાવવાના નહિ તેથી આ નામ નિક્ષેપ પર્યાથી અનભિધેય છે (૨) આ ઈન્દ્ર નામની વ્યક્તિ પાસે કંઇ દેવલેકના ઈન્દ્રનું ઐશ્વર્ય નથી. વાસ્તવ ઈન્દ્રના ગુણેથી નિરપેક્ષ છે. શૂન્ય છે. તેથી આ નામ નિક્ષેપ તદર્થ નિરક્ષેપ છે. (૩) જે નામ પાડવામાં આવે છે તે પોતાની ઈચ્છા મુજબ. પછી ભલે તે નામ બીજે વિદ્યમાન હે યા ન . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy