________________
૨૩૨
દીક્ષા સ્વીકારતી વખતે મુમુક્ષુ મનુષ્ય મન-વચન અને કાયાથી પાપ કરવું નહિ, બીજા પાસે કરાવવું નહિ અને કરતાને અનુમોદન આપવું નહિ–સારો માનવે નહિ એવી નવ પ્રકારે જીંદગી સુધી સર્વથા પાપત્યાગની પ્રતિજ્ઞા કરે છે. અને ગૃહ
સ્થવેશને સદાને માટે છેડી સાધુજીવનના શાસ્ત્રવિહિત વેશને સ્વિીકારે છે. સાથે સાથે સંસારીપણાનું તેનું નામ પણ બદલી નાખવામાં આવે છે જેથી સાંસારિક નામ પણ યાદ આવી જવાથી સાંસારિક વિચારેને આવવાને અવકાશ પણ ન મળે.
સાધુજીવનમાં પાળવાના પાંચ મહાવ્રતે - (૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત. (૨) સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત. (૩) સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત. (૪) સર્વથા મૈથુન વિરમણ વ્રત. (૫) સર્વથા પરિગ્રહ વિરમણ વ્રત.
જૈન સાધુ દીક્ષાના દીવસથી માંડી જિંદગી સુધી પ્રતિજ્ઞાપૂર્વક જીવહિંસાનો, જુઠ બલવાન, ચોરી કરવાને, અબ્રહ્નને, અને પરિગ્રહને સર્વથા ત્યાગ કરે છે. આ પાંચ મહાવ્રતના પાલન ઉપરાંત જૈન સાધુને જીંદગી સુધી રાત્રે ખાવા પીવાનો પણ સર્વથા ત્યાગ હોય છે. સૂર્યાસ્તથી માંડી બીજા દિવસના સૂર્યોદયથી ૪૮ મિનિટ બાદજ જૈન સાધુ આહાર–પાણી લઈ શકે છે. આવું ઘોર વ્રત ૮ વર્ષના બાળ સાધુ-સાધ્વીથી માંડી ૧૦૦ વર્ષના વૃદ્ધ સાધુ સાધ્વીને પણ યાવજજીવ પાળવાનું હોય છે. ઉપરાંત જૈન સાધુઓને પિતાના પાંચ મહાવ્રતોની રક્ષા ખાતર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવાનું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org