SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ અવિરતિ, કષાષ, ગ, પ્રમાદ, હિંસા, જુઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ, રાગ દ્વેષ, વિષયાસક્તિ વગેરે આશ્રવ છે. આ આશ્રરૂપી કયારાઓ દ્વારા આત્મારૂપી ખેતરમાં કર્મરૂપી પાણી વહી આવે છે અને તેથી કર્મને પાક ઉત્પન્ન થાય છે. જે આ કયારાઓજ બંધ કરી દેવામાં આવે તો આત્મારૂપી ખેતરમાં પાણી પહોંચે નહિ અને તેથી આપોઆપ આત્મારૂપી ખેતર સુકાવા માંડે. આની શાસ્ત્રીય ભાષામાં વ્યાખ્યા આ પ્રમાણે થાયઃ જે કારણો વડે આત્મામાં કર્મોનું ધસી આવવું–વહી આવવું થાય તેને આશ્રવ કહે છે. અથવા કર્મબંધના કારણોને આશ્રવ કહે છે. પ્રત - મિથ્યાત્વ એટલે શું? ઉત્તર- કુદેવ, કુગુરૂ અને કુધર્મને સુદેવ, સુગુરૂ, અને સુધર્મ માનવાં અને સુદેવ, સુગુરૂ અને સુધર્મને કુદેવ, કુગુરૂ અને કુધર્મ માનવાં. તત્ત્વને અતત્વ અને અતત્ત્વને તત્ત્વ માનવું તેને મિથ્યાત્વ કહે છે. પ્રશ્ન – અવિરતિ એટલે શું ? શુદ્ધ ઈરાદા સાથે પ્રતિજ્ઞાપૂર્વક હિંસાદિ પાપોનો ત્યાગ ન કરે તેને અવિરતિ કહે છે. જૈન દર્શનની આ સચોટ માન્યતા છે કે જ્યાં સુધી જીવ પ્રતિજ્ઞાપૂર્વક પાપને ત્યાગ ન કરે જ્યસુધી દિલમાં ઉંડે ઉંડે પાપની અપેક્ષા બની રહે છે. તેથી તે અપેક્ષાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy