SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ સ્વભાવવાળા પદાર્થાને સ્થિર રહેવામાં સહાય કરે છે. જો આ દ્રવ્ય લેાકમાં ન હોય તે પુદ્ગલેાની અને જીવાની નિયત સ્થિતિ ન હત. આ દ્રવ્ય જીવને બેસવામાં-સુવામાં-ઉભા રહેવામાં ચિત્તની સ્થિરતામાં સહાયક છે. આ દ્રવ્ય પણ અરૂપી જડ, અસંખ્યેય પ્રદેશાત્મક અને કેવળજ્ઞાની દષ્ટ છે. યુક્તિથી, અનુમાનથી અને આગમપ્રમાણથી ગમ્ય છે. પ્રશ્ન:- આકાશાસ્તિકાય કાને કહે છે ? જે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને જીવે। આ પાંચે દ્રષ્યેાને રહેવા માટે જગ્યા (અવકાશ) દે છે તેને આકાશાસ્તિકાય કહે છે. આ સમસ્ત વિશ્વવતી જડ-ચેતન પદાર્થોના આધાર છે. જેમ ઘર માણસાને આધાર છે. તેમ સમસ્ત વિશ્વવતી જડ-ચેતન પદાર્થો તેના આધારે ટકેલા છે તેઓના વરામાં આધાર આધેય ભાવ સંબધ છે. આ આકાશાસ્તિકાય એ ભાગમાં વહેંચાયેલું છે. (૧) લેાકાકાશ રૂપમાં (૨) અલેાકાકાશ રૂપમાં, જેટલા આકાશભાગમાં આ ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો રહેલા છે તેને લેાકાકાશ કહે છે. અને જેટલા આકાશભાગમાં આ પાંચ દ્રવ્યા નથી, પણ ફક્ત ખાલી અનંત આકાશ છે તેને અલાકાકાશ કહે છે. આ દ્રવ્ય અરૂપી-અનત પ્રદેશાત્મક કેવલી ગમ્ય છે. યુક્તિથી, અનુમાનથી અને આગમથી છદ્મસ્થાને ગમ્ય છે. પ્રશ્ન:- પુદ્ગલાસ્તિકાય કાને કહે છે ? જે પુરણ–ગલન સ્વભાવવાળું છે. અર્થાત્ ભેગા થવુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy