SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ જૈન દર્શનનાં નવ તત્ત્વ છે જેમ ન્યાય દર્શન પ્રમાણ-પ્રમેય સંશય આદિ ૧૬ ત માને છે, વૈશેષિક દર્શન દ્રવ્ય-ગુણ-કર્મ આદિ ૬ તો માને છે તેમ જૈન દર્શન જીવ–અજીવ-પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા બંધ-મોક્ષરૂપ નવ તો માને છે. આ નવ તો એજ જૈન દશન. અને જૈન દર્શન એટલે જ નવ ત, નવ તત્ત્વથી અતિરિક્ત જૈન દર્શન જેવું કાંઈ નથી. જેનાગમાં આ નવ તનું વિવિધ રીતે વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. જેમાં નવ તત્તનો વિવિધ ભિન્ન ભિન્ન નયદષ્ટિથી વિસ્તૃત વિચાર કરવામાં આવ્યો છે તેને જેનાગ કહે છે. આ નવ તમાં સારાયે વિશ્વનું ઉપયોગી વિજ્ઞાન ભરેલું છે. કેઈ એવી વાત નથી કે આ નવ તમાંથી ન મળે. જેન શાસનનું સર્વસ્વ નવતત્ત્વ છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ હેય અને ઉપાદેય તો કેણું છે તેને યથાર્થ નિર્ણય કરી હેયને ત્યાગ અને ઉપાદેયનું ગ્રહણ કરવાનું છે. જે મોક્ષમાર્ગની આરાધનામાં બાધારૂપ હાય-નડતરરૂપ હાયપ્રતિકુળ હોય તેનો ત્યાગ કરે અને જે ત મોક્ષમાર્ગની આરાધનામાં અનુકુળ હોય–સહાયક હોય તેનું ગ્રહણ કરવું. જૈન દર્શનનું ધ્યેય મોક્ષપ્રાપ્તિ છે. તેથી તે ધ્યેયને સિદ્ધ કરવા માટે આ નવતાની યથાર્થ અવિપરિત શ્રદ્ધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy