SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ આત્મા નથી, આત્મા નિત્ય નથી, આત્મા કર્મ કર્તા–ભક્તા નથી, મોક્ષ નથી અને મોક્ષનો ઉપાય નથી, આ છ સ્થાનની મિથ્યા માન્યતા તેને જૈન દર્શનની પરિભાષામાં મિથ્યાત્વ કહે છે. આ મિથ્યાત્વ સર્વ આશ્રોને બાપ છે. તથા હિંસાદી પાપ રાગ-દ્વેષ, ધર્મમાં અનાદર, દેવ-ગુરૂનો અવિનય, અભકિત, અશુભ યોગે આ બધા આશ્રોરૂપી પશુઓ આત્મક્ષેત્રમાં ઘૂસી જઈને સત્કાર્યોરૂપી ખેતી દ્વારા તૈયાર થયેલા ધર્મરૂપી પાકને વારંવાર ખાઈ જાય છે. ધર્મનું સવ–તેજ-ઉલ્લાસ આ આશ્રરૂપી ચોરો ખતમ કરી નાંખે છે. સકલ દુઃખની જડ આ આશ્રવ છે. તેથી જો તારે સુખ–શાંતિ જોઈતી હોય, દુર્ગતિના દ્વાર બંધ કરવા હોય, સદ્ગતિની અભિલાષા હોય તો આ ઉત્તમ માનવભવના સુંદર નવ્ય પ્રભાતે આ આશ્રોરૂપી પશુઓને તારા ક્ષેત્રમાં ઘૂસવા દેતો નહીં. સંવર ભાવના: જે કલ્યાણ પ્રવૃત્તિ દ્વારા કર્મબંધન અટકે તેને સંવર કહે છે. આત્મા છે, આત્મા પરિણામી નિત્ય છે, આત્મા સ્વયં કર્મને કર્તા-ભોકતા છે, મેક્ષ છે અને મોક્ષનો ઉપાય સમ્યગ ' દર્શન, સમ્યગ જ્ઞાન, અને સમ્યગ ચારિત્ર છે. આવી ષ સ્થાનની સચેટ શ્રદ્ધા તેને જૈન દર્શનની પરિભાષામાં સમ્યકત્વ કહે છે. તેથી સમ્યકત્વ, અહિંસાદિ ધર્મસ્થાને, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, સંયમ, તપ, બ્રહ્મચર્ય, ઉત્તમ ભાવનાઓ વગેરે સંવર છે. આ સંવરધર્મથીજ આત્માનું રક્ષણ થાય છે. સંવરથીજ સુખ અને સદ્ગતિ પ્રાપ્ત થાય છે. તેથી હે જીવ! તું આ સંવર મિત્રોને ચાવજ જીવ છેડતો નહીં. તેજ તારૂં આશારૂપી ચેરોથી ધર્મધનનું રક્ષણ કરનાર છે. અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy