SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ એકાંત સ્વાર્થનિષ્ઠતા સમ્યક્ જાતને સર્વત્ર કલ્યાણનું એક માત્ર સાધન ધર્મ તેની સહાય પંડિત લઈ આવા એકાકીપણાનો અંત કરવા અંતર્મુખ બને. અન્યત્વ ભાવના: ગર્ભનું સાથી એવું શરીર પણ જ્યાં આત્માથી જુદું છે તો પછી બીજી વસ્તુઓનું તો પૂછવું જ શું ? અનાદી મિથ્યા વાસના વશ આત્મા સ્વયં સચિદાનંદઘન એ હોવા છતાં પણ હું અનેક સ્વરૂપ છું. જેમ આ શરીર મારું છે, આ સ્ત્રી પુત્ર પરિવાર મારે છે, આ ઘર–બંગલો, દુકાન મારાં છે, આ સત્તા, ફરનિડર, કપડાં, આભુષણે મારા છે, આ સગા સંબંધી મારા છે વગેરે. આત્માના સ્વભાવથી તદ્દન ભિન્ન, અનિત્ય, પરાયાં પરલોકમાં અવશ્ય સાથે નહીં જ જનારાં, કર્મબંધનમાં નિમિત્તે ભુત એવી જડ વસ્તુઓને પોતાની માની જીવ પિતાની જાતને માટી માની મિથ્યા અભિમાન કરે છે. છાતી કાઢીને ફરે છે, બીજાઓને ધુત્કારે છે, આ બધું અજ્ઞાન દશાનું નાટક નથી તો શું છે ? જે વાસ્તવમાં પોતાનું નથી પોતે જન્મ વખતે સાથે લઈ આવ્યો નથી, સાથે લઈ જવાનો નથી, પોતાનું કઈ થવાનું નથી, તેનાથી કાંઈ સગતિ મળવાની નથી, છતાં હું તેનો અને તે મારાં આ માયાનું ભૂત જીવને અનાદિકાળથી વળગેલું છે. સેશુરૂની કૃપા થાય અને આંતર્દષ્ટિ ખુલે અને આત્મદર્શન થાય તે જ આ માયાનું ભૂત દૂર ભાગે. અશુચી ભાવનાઃ જેમ ગટરમાં પડેલી પવિત્ર શુદ્ધ વસ્તુ પણ અપવિત્ર અશુદ્ધ બને છે. તેમ કાયારૂપી ગટરમાં પડેલું સુંદર ભજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy