SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન- ધ્યાન વખતે આસન કેવું જોઈએ? ઉત્તર- આસન અભ્યાસ વડે સિદ્ધ કરેલ હોવું જોઈએ. જે આસન ઉપર દીર્ઘકાલ સુધી સુખપૂર્વક ધ્યાન થઈ શકે. ધ્યાનમાં પીડાકારી ન બને તેવું પિતાની રૂચિ મુજબનું આસન જોઈએ. ચાહે પછી તે પદ્માસન હેાય, વિરાસન હોય, સિદ્ધાસન હેય, કાર્યોત્સર્ગ મુદ્રા હોય, કે બેઠેલા હોય. પ્રશ્ન- આ દેશકાલ આસનને નિયમ શા માટે? ઉત્તર- પૂર્વે મુનિએ આવા દેશકાલ આસનાદિમાં રહેલા પ્રધાન એવા કેવલજ્ઞાન વિગેરેને પામેલા છે. આ ઉપરતો સામાન્યથી કાલાદિને નિયમ કહ્યો છે. બાકી ધ્યાનમાં જેમ મનવચન-કાયાની એકાગ્રતા સમાધિ રહે તે પ્રમાણે યત્ન કરે જોઈએ. છઘને જેમ જ ઘાતી કર્મોને ક્ષય કરવા પ્રથમના બે શુકલધ્યાનના પાયાની આવશ્યસ્તા પડે છે તેમ કેવલીને ૪ અઘાતી કર્મોનો ક્ષય કરવા શુકલધ્યાનના છેલ્લા બે પાયાની આવશ્યક્તા રહે છે. શુકલધ્યાનનાં ચાર આલંબન – (૧) ક્ષમા (૨) નમ્રતા (૩) સરલતા (૪) સતેષ જિનમતમાં કર્મક્ષયના ઉદેશને લીધે આ ચાર ક્ષમાદિ પ્રધાન છે કેમકે અકષાય ચારિત્રથી જ નિયમ મુક્તિ છે. તેથી આ ચારનું આલંબન લેનારે મુમુક્ષુજ શુકલધ્યાન ઉપર ચઢી શકે છે બીજે નહિ. અર્થાત્ શુકલધ્યાનરૂપી મહેલ ઉપર રાઢવા માટેનાં આ ક્ષમાદિ ચાર પાન છે. શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે. (૧) મિથ્યાત્વાદિ આશ્રદ્ધા (૨) સંસારના અશુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy