SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ કરવો પડશે તે કરીશ, સગા બાપ સાથે વિરોધ કરે પડશે તો કરીશ, ક્રોધ-માન-માયા-લેજ, મારામારી, કલહ, ઝગડા, વૈર વિરોધ કરવા પડશે તો પણ કરીશ, પણ મારા વિષય ભેગેનું, સંપતિઓનું રક્ષણ કરીશ. આ જીવ સર્વ જીવોમાં શંકાથી આકુલ શિરવાળે હોય છે. શું ખબર આ લોકો શું કરે? ઇત્યાદિ શંકાશીલ રહ્યા કરે અને તેથી બિનઅપરાધીને પણ ઉપઘાત-નુકશાન કરી બેસે છે. આવા અત્યંત વિષયાસક્ત જીવની અત્યંત ક્રૂર લેશ્યા નિરંતર રહ્યા કરે છે. આ રૌદ્રધ્યાની બીજાની આપત્તિ જોઈને આનંદ પામનારે હાય, ઈહલોક પાકના અપાયના ભયથી રહિત હાય, પાપોનો પશ્ચાતાપ ન હોય, પાપ કર્યા પછી પણ આનંદ માનનાર હોય. અને આ સૈદ્રધ્યાની નરકગામી હોય છે. આ ધ્યાન ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય. ગુણસ્થાન કમાહની ટીકા મુજબ છટ્ઠ ગુણઠાણે પણ આ ધ્યાન હોય. આત્માથી જીવોએ આ આર્તધ્યાનના અને રૌદ્રધ્યાનના સ્વરૂપને જાણીને તેને ત્યાગ કરવામાં પ્રયત્નશીલ રહે એ જ શુભેચ્છા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy