________________
૧૩૧
જેમ માટીનો પિંડ ઘટનું ઉપાદાન કારણ છે. કારણ કે તે માટી પિંડ જ સ્વયં ઘટ રૂપે પરિણમે છે. આ માટી પિંડમાં ઘટ રૂપી કાર્યની શક્તિ તિભાવે રહેલી છે માટે જ તે ઘટ રૂપે આવિર્ભાવ પામી શકે છે. જે જેમાં તિભાવે પણ ન હોય તો તેમાંથી તે આવિર્ભાવે પ્રગટ ન થાય. મોક્ષનું ઉપાદાન કારણ ભવ્ય જીવ, કારણ કે ભવ્ય જીવ જ મેક્ષ રૂપી કાર્ય રૂપે પરિણમે છે–ઉત્પન્ન થાય છે.
જે જીવ પહેલાં સંસારી રૂપે હતો તે જ જીવજ મેક્ષ રૂપે ઉત્પન્ન થાય છે. તેથી જીવ એ અન્વયી કારણ બન્યું. જે કાર્યની સાથે વ્યાપીને રહે, જેને છોડીને કાર્ય એક ક્ષણ પણ રહી શકે નહિં અર્થાત્ કાર્યનું શરીર તે ઉપાદાન કારણ.
પ્રશ્નઃ- “નિમિત્ત કારણ એટલે શું ?”
ઉપાદાનની હાજરીમાં કાર્યની ઉત્પત્તિમાં સહકારી કારણ. જેની ગેરહાજરીમાં ઉપાદાન હાજર હોવા છતાં પણ કાર્ય નજ થાય. કાર્ય થતું અટકી જાય તે નિમિત્ત કારણ કહેવાય છે.
જેમ સેનાપતિ ગમે તેટલે બાહોશ અને કુશળ હોય પણ સૈન્ય વગર યુદ્ધ લડી શકે નહિ; સૈન્ય ગમે તેટલું બળવાન હોય પણ શો વગર શું કરી શકે? દા.ત. માટીને પિંડ તો હાજર છે પણ તે માટીમાંથી ઘટ બનાવનાર કુંભાર, રાક, દંડ વગેરે સામગ્રી ન હોય તો પણ ઘટ બની શકતો નથી. તેથી જેમ ઉપાદાન કારણ વગર ઘટ નજ બને તેમ નિમિત્તા કારણ વગર પણ ઘટ નજ બને. બંનેના સહયોગથીજ કેઈપણ કાર્ય ઉત્પન્ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org