SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) ઈચ્છા વગર રોગના, ઘડપણના, મરણના ભંગ કેમ થવું પડે છે? તે કેણ આપે છે? (૬) બધું ઈચ્છા મુજબ કેમ બની આવતું નથી ? ઈચ્છા વિરૂદ્ધ ઘણું ઘણું કેમ બને છે ? - (૭) બધા જીવોની રૂરિશ અને પ્રવૃત્તિઓની ભિન્નતાએનું નિયામક કોણ? (૮) સીધે વિચારીને વેપાર કરવા છતાં નુકશાન કેમ આવે છે? . (૯) આપણને બધા અનુકુળ કેમ નથી ? - આ બધી જગતની વિષમતાઓનું સમાધાન જૈન દર્શનને કર્મ સિદ્ધાંત માનવાથી જ થાય તેમ છે. શકા – કમને બદલે આ બધું ઈશ્વર જ કરે છે એમ માનીએ તો શું વાંધો? સમાધાનઃ- આ પ્રશ્નનું સમાધાન આપતાં પહેલાં હું તમને પુછી લઉં કે તમે ઈશ્વરનું સ્વરૂપ કેવું માને છે ? સરાગી કે વીતરાગી ? અનંત કરૂણામય કે ક્ષુદ્ર જીવની માફક ક્ષણમાં તુષ્ટ અને ક્ષણમાં રૂણ જેવું માને છે ? ઈશ્વરનું સ્વરૂપ તો અનંત વીતરાગી અને અનંત કરૂણામય જ હાયને ? તે પછી વીતરાગ અને અનંત કરૂણામય ઈશ્વરને સંસારના પ્રપંચમાં પડવાની આવશ્યકતા શી ? આવા દુઃખમય સંસારને તે કેમ બનાવે? જીવોને તે જન્મ-મરણ વગેરેના કર્મો કેમ આપે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy