________________
આત્માની આવી ઉચ્ચતમ ભાવદશા કે જે પરમાત્મ અવસ્થાની ખૂબ નજીક છે, તે અહિંસાથી ઘટિત થાય છે તેથી તો જૈન શાસને અહિંસાને પરમ ધર્મ કહ્યો છે.
ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે જે અહિંસા, સંયમ અને તપ સ્વરૂપના ધર્મનું આચરણ કરે છે તેને દેવો પણ નમે છે.
“વત્યુ સહાવો ધમો’ કહીને ભગવાને ધર્મનો મર્મ સમજાવ્યો. અંહિંસા, સંયમ અને તપને ધર્મ ગણાવી ભગવાને ધર્મનાં ત્રણ આવશ્યક અંગોનું મહત્ત્વ દર્શાવ્યું.
આમ આપણે ધર્મને સાધ્ય તરીકે સમજ્યા અને ધર્મના આવશ્યક અંગ તરીકે અહિંસા, સંયમ અને તપ વિશે ધર્મની સાધન તરીકે પણ વિચારણા કરી.
૭૪
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org