SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતીતિ વિના બોધ નહિ. આમ આખી શ્રૃંખલા છે. બધું કડીબદ્ધ છે. ક્યાંક કડી ખૂટે કે તૂટે તો પ્રગતિ રૂંધાઈ જાય. તપ તો ચારિત્રની અંતર્ગત આવી જાય. જૈન ધર્મમાં આત્માની પોતાના સ્વભાવમાં સ્થિર થવાની વાતને વાસ્તવિક ચારિત્ર કહેવામાં આવે છે. પણ તેવી અવસ્થા પ્રાપ્ત કરવા માટે જે સંયમમાર્ગ ગ્રહણ કરવો પડે છે તેને પણ ચારિત્ર કહેવામાં આવે છે. ચારિત્ર એટલે આચરણ. જે જાણ્યું-જોયું તેને અપનાવવાનું. જૈન ધર્મમાં ચારિત્રનું બહુ મૂલ્ય છે. જેમ આંધળા પાસે એક દીપક પ્રગટાવવામાં આવે કે હજારો દીપક પ્રગટાવવામાં આવે તેનાથી તેની પરિસ્થિતિમાં કંઈ ફેર પડતો નથી. તે રીતે ચારિત્રવિહીન જીવ ગમે તેટલાં શાસ્ત્રો ભણે કે કંઠે કરી લે તેનાથી આત્માનું ઉત્થાન થતું નથી. જૈન દર્શનમાં ચારિત્રને બે રીતે ઓળખવામાં આવે છે. જીવ આત્મજ્ઞાન થયા વિના કે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના સંયમ ધારણ કરે છે તેને દ્રવ્યચારિત્ર કહે છે. જ્યારે જીવ પોતે સ્વયં પોતાનામાં ઊતરવા લાગે છે ત્યારે તે ભાવચારિત્ર બની જાય છે. પોતાનામાં ઊતરવું એટલે અનુભવ કરવો. પોતાના સ્વરૂપની અનુભૂતિ એ નાનીસૂની વાત નથી. સંસારમાં પોતાની વસ્તુનું જ મહત્ત્વ છે તેમ અધ્યાત્મમાર્ગમાં પોતાની અનુભૂતિનું જ મોટું મૂલ્ય છે. અનુભૂતિથી રંગાયેલા જ્ઞાનની જ ખરી કિંમત છે. વાસ્તવિકતામાં ધર્મ બહારથી કોઈ આપી શકતું નથી. બહારથી કોઈ માર્ગદર્શન લઈ શકે - આપી શકે પણ ધર્મની પ્રાપ્તિ તો આપણે પોતે જ કરવી પડે છે. ચારિત્રમાર્ગ ઉપર ચાર ડગલાં ચાલનારનું મૂલ્ય, નકશામાં હજારો માઈલના માર્ગનું નિરૂપણ કરનાર કરતાં ઘણું વધારે હોય છે. જૈન ધર્મનું હાર્દ ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy