SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કાળ પણ અસ્તિત્વનો સ્વતંત્ર ઘટક છે. આકાશ દિશાઓમાં જગા આપે છે તો કાળ અતીતમાં અને ભવિષ્યમાં જગા આપે છે. આકાશ દિશાઓને વ્યાપીને રહે છે તો કાળ અસ્તિત્વને આગળ-પાછળ એટલે કે ભાવિ અને ભૂતમાં વ્યાપીને રહે છે. એક રીતે અસ્તિત્વ એ કેવળ વર્તમાન છે. ભૂતકાળની હસ્તી સ્મૃતિમાં છે, ભાવિની હસ્તી કલ્પનામાં છે. વાસ્તવિકતામાં અસ્તિત્વ કેવળ વર્તમાનમાં જ વસે છે. જૈન ધર્મ તેથી તો આત્મા માટે સમય શબ્દ વાપર્યો છે. આત્મા અસ્તિત્વ છે અને અસ્તિત્વની હસ્તી કેવળ વર્તમાનમાં છે. તેથી સમય એ જ આત્મા. આ છે સમયસારની નિષ્પત્તિ. આમ કાળ પણ આકાશ જેવું જ મહત્ત્વનું દ્રવ્ય બની રહે છે. કાળની સહાય વિના અસ્તિત્વનો વિચાર કરવાનું પણ અશક્ય છે. કાળ સિવાય અસ્તિત્વની હસ્તી ન રહે તેથી કાળનું લક્ષણ વર્તના કહેવાય છે એટલે કે જેમાં અસ્તિત્વ વર્તે છે - વર્તીને રહે છે. જૈન ધર્મમાં જીવ-અજીવ, ધર્મ-અધર્મ, આકાશ અને કાળનો દ્રવ્ય તરીકે – અસ્તિત્વના ઘટકો તરીકે જે રીતે વિચાર થયો છે તે ક્યાંય થયો નથી. આ છ દ્રવ્યોની બહાર અસ્તિત્વની એક પાંખ પણ રહી શકતી નથી કે વિસ્તરી શકતી નથી. જ્ઞાન-વિજ્ઞાન જૈ.હા.-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy