SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ મન થયું.' આ પણ એક ધારણા જ થઈને ! સૃષ્ટિની રચના કરવા ઈશ્વર ક્યાંક ઊભો રહ્યો હશેને ! અને તો પછી એ સ્થાન ઈશ્વર પહેલાં અસ્તિત્વમાં હશે ? તો વળી તે સ્થળ ક્યાંથી આવ્યું અને કોણે બનાવ્યું ? વળી, જીવો ક્યાંથી આવ્યા? કોણે ઉત્પન્ન કર્યા ? કેમ ઉત્પન્ન કર્યા ? ઈશ્વરમાંથી જીવાત્મા છૂટો પડ્યો તો શું કરવા છૂટો પડ્યો ? હવે જો તેમને પાછા ઈશ્વરમાં સમાઈ જવાનું હોય તો પછી ઈશ્વરે તેમને પોતાનાથી અલગ કરી આ ખેલ શું કરવા માંડ્યો ? હવે જો આ વિખૂટા પડેલા જીવો કંઈ સારું-ખોટું કરે તો તેમાં તેમનો દોષ કેટલો ? આમ આ બધા પ્રશ્નોના પણ ઉત્તરો મળતા નથી. આ વિશે પણ કેવળ ધારણાઓ જ છે અને જે જ્યાં જન્મ્યો તે વાતાવરણની ધારણા તેને સ્વીકાર્ય બની રહે. બાકી ધારણા સિવાય કોઈ સાબિતી ક્યાંયથી મળતી નથી. જો ઈશ્વરને કોઈ બનાવનાર ન હોય, તેનાં કોઈ આદિ કે અંત ન હોય તો પછી જૈનોની ધારણા કે સંસાર અનાદિ અને અનંત છે તે સ્વીકારવામાં ક્યાં વાંધો આવે ? પણ ઈશ્વરની ધારણા લોકોને સુગમ છે અને તેના પછી કેટલાય પ્રશ્નોના ઉત્તર આપવા પડતા નથી તેથી ઈશ્વરની ધારણા જનમાનસને વધારે ગમ્ય – અનુકૂળ રહી છે. બાકી ધારણા એ ધારણા, હા, પણ સૌની એક વાતમાં સામ્ય રહેલું છે કે જીવે શાશ્વત સુખની પ્રાપ્તિ માટે કંઈક કરવાનું છે, કંઈક સિદ્ધ કરવાનું છે. લગભગ બધા જ ધર્મો એ માને છે કે જીવ જે પરિસ્થિતિમાં પલે છે, ભટકે છે તે ગંતવ્ય નથી. તેમાંથી તેણે બહાર નીકળી આધારશિલા ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy