________________
૨
આધારશિલા
જૈન ધર્મ એટલે આત્મસત્તા અને કર્મસત્તાના સંઘર્ષની વાત. જીવની સાથે કર્મ ઓતપ્રોત થઈ ગયું છે અને જીવ જો કર્મથી મુક્ત થઈ જાય એટલે તે મુક્ત થઈ જાય. આ વાત જૈન ધર્મના પાયાની વાત છે. પ્રશ્ન થાય કે જીવને કર્મ ક્યારે ચોંટ્યું ? આત્મા કર્મથી કેમ ખરડાયો ? જૈન ધર્મ તેના ઉત્તરમાં એટલું જ કહે છે કે અનાદિ કાળથી જીવને કર્મનો સંયોગ થયો છે. આ એક પરિસ્થિતિ છે. તે સ્વીકારીને જ આપણે આગળ વધવાનું છે. સંસારનો કોઈ સર્જનહાર નથી. સંસાર છે અને તે આવો જ છે. તેની કોઈ આદિ નથી તેમજ તેનો કોઈ અંત નથી - ક્યારેય અંત નથી. જૈન ધર્મની આ મૂળભૂત ધારણા છે.
-
સંસારમાં અનંતા જીવો છે જેની કલ્પના પણ ન થઈ શકે. જીવો ગાઢ મૂર્છામાં પડેલા છે. લગભગ જડ જેવી અવસ્થામાં તે લાખો-કરોડો વર્ષોથી પડ્યા રહ્યા છે અને આમ જ મોટા ભાગના જીવો પડ્યા જ રહેવાના. એમાંથી કેટલાક ભાગ્યશાળી જીવો કોઈ કારણ વિના, કોઈ સભાન પ્રયાસ વિના, કોઈની કૃપા કે હસ્તક્ષેપ વિના આપોઆપ આવી જડવત્ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જાય છે અને હાલીચાલી શકાય તેવી ચર અવસ્થાને પ્રાપ્ત કરે છે. આવી ચર અવસ્થામાંથી વળી કેટલાક જીવો અથડાતા-કૂટાતા આગળ વધે છે અને તેમને મનની પ્રાપ્તિ થાય છે, બુદ્ધિ મળે છે. આવા તો કેટલાય જીવો દુનિયામાં ફરે છે, જન્મ-મરણ કર્યા કરે છે પણ એમાંથી વળી કેટલાક
૧૦
Jain Education International
For Private & Personal Use Only
જૈન ધર્મનું હાર્દ
www.jainelibrary.org