SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ દેખાય એટલે તેનાં દર્શન થઈ શકે. ત્યાં પહોંચવાનો વિચાર થઈ શકે અને તેને નજરમાં રાખી, તેમના સુધી પહોંચતા માર્ગ ઉપર ચાલી પણ શકાય. સિદ્ધનું શિખર તો તેનાથી આગળનું છે. જે આપણી દૃષ્ટિને ગોચર નથી પણ સિદ્ધની કલ્પના કરવા માટે પણ જો કોઈ સહાય કરી શકે તેમ હોય તો તે અરિહંત જ છે. તેથી નવકારની યાત્રા અરિહંતથી શરૂ થાય છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મશક્તિનાં બન્ને શિખરો આમ તો સાથે જ ઊભાં છે પણ આપણે જેને જોઈ શકીએ છીએ તેને પ્રથમ નમસ્કાર. જેનો પરિચય તાજો હોય, સ્મૃતિ નજીકની જ હોય તેની સાથે આત્મીયતા વધારે લાગે - તે સ્વાભાવિક છે. એ રીતે આચાર્ય તો આપણને ઘણા નજીકના લાગે. અરિહંતો દૂર છે પણ તેમનાં પગલાં હજુ વર્તાય છે. સિદ્ધાં અગમ્ય છે. આ બન્ને પરમાત્મશક્તિને સમજવા માટે જો કોઈ આપણી સૌથી નજીક હોય તો તે છે આચાર્ય. આચાર્ય એટલે જેમનું આચરણ જ પરમાત્મશક્તિ સૂચક છે. તેમના સાન્નિધ્યમાં પરમાત્મભાવની ઝાંખી થાય. છતાંય આવી ઝાંખીથી ઝાઝો ખ્યાલ ન આવે તો ઉપાધ્યાય તો ખૂબ નજીક છે. આચાર્યમાં તેમનું આચરણ તે જ ઉપદેશ. ઉપાધ્યાય તો બોલીને પણ આપણને ઉપદેશ આપે, સમજાવે. ઉપાધ્યાય પણ સુલભ ન હોય કે દૂર લાગે તો આપણી સૌથી વધારે નજીક છે સાધુ શક્તિ. અસ્તિત્વમાં જ્યાં જ્યાં સાધુશક્તિ છે તેને નમસ્કાર કરતાં વિશ્વનો કોઈ ખૂણો આપણા માટે વંદન વિહોણો ન રહ્યો. આપણી ગ્રાહકતા અસીમ બની ગઈ. આમ પાંચ પરમેષ્ઠી એટલે જે સંસારમાં આપણા માટે મંગલની વર્ષા ૧૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy