________________
કરવાની જરૂર જ નથી હોતી. આપણે એષણાના દોડાવ્યા દોડ્યા કરીએ છીએ અને એટલું બધું ભેગું કરીએ છીએ કે જેની આપણને કંઈ જરૂર જ નથી હોતી. માટે એષણાને રોકો - સીમિત કરો. જેણે એષણા સાચવી લીધી - મર્યાદિત કરી લીધી તેનો સંસાર પણ સીમિત થઈ જવાનો.
ત્યાર પછી ચોથી આવે છે આદાન નિક્ષેપની સમિતિ નિક્ષેપણા સમિતિ. જીવન માટે ચીજોની જરૂર તો પડે છે પણ લેવા-મૂકવામાં હોશ રાખો. એટલે કે તેમાં વસ્તુ લેતાંમૂકતાં જીવને જાળવવાની વાત તો ખરી જ પણ મૂળ વાત છે જીવન માટે અનિવાર્ય હોય તેટલી જ વસ્તુઓ લેવાની. ખપ જેટલું જ લો. આપણે ઘરમાં એવું તો કેટલુંય વસાવ્યું છે કે જેનો આપણને બિલકુલ ખપ હતો નહિ. આપણે દેખાદેખી કેટલુંય લીધું છે તો કેટલીય વસ્તુ વેચનારાઓએ સિફતપૂર્વક આપણને પધરાવી છે. વેચનારાઓ આપણી વાસનાઓને ઉત્તેજિત કરીને આપણને કેટલીય વસ્તુઓ ભેળવી ગયા છે. પાપના અલ્પ પણ વ્યાપાર વિના ધનનું ઉપાર્જન થઈ શકતું નથી. આવા અમૂલ્ય ધનને વહાવીને આપણે ઘણી બધી વસ્તુઓ - મોટા ભાગની કચરા જેવી નિરર્થક ભેગી કરી છે. આદાનની પાછળ લેવાની - ભેગું કરવાની વૃત્તિ છે. તેને મર્યાદિત રાખવામાં આદાન નિક્ષેપણા સમિતિ આવી જાય છે.
આદાન એટલે લેવું અને નિક્ષેપ એટલે મૂકવું. જીવનના નિભાવ માટે વખતોવખત અનેક વસ્તુઓ લેવી પડે છે અને કેટલીય વસ્તુઓ અહીં-તહીં મૂકવી પડે છે. વસ્તુઓ લેવામૂકવામાં કોઈ પણ જીવની હિંસા ન થાય કે તેને પીડા ન સજગતા અને સાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org