________________
[૧૬૨ ] આ ભાવના સમયે સાધક નિરંતર ધ્યાન કરે છે કે આ જીવ અશુભ કર્મોના ઉદયથી નરક અને પશુગતિ પ્રાપ્ત કરે છે જ્યારે શુભ કર્મોથી દેવ અને મનુષ્યગતિ પ્રાપ્ત કરે છે અને શુદ્ધ ભાવનાથી મોક્ષ પ્રાપ્ત કરે છે તે આવા લેકને ધિક્કારે છે કે જેમાં આવા જન્મ-મરણના દુખે તેને ભેળવવા પડે છે અને જેમાં વિવિધ લોકો સાથે વિવિધ સંબંધ બંધાય છે અને છૂટે છે અને આ જગત સમુદ્રના ફીણ જેમ બળહીન વ્યાધિયુક્ત છે અને વીજળીની જેમ ચંચળ છે આવા લેક પ્રત્યે તે ઉપેક્ષા સેવે છે અને આ લોકથી ઉપર સિદ્ધ શિલા ઉપર પહોંચવાની ભાવના ભાવે છે.
(૧૧) બધિદુલભાનુપ્રેક્ષા
સાધક જ્યારે એવા ઉપાયો કે જેનાથી સમ્યગજ્ઞાનની ઉત્પતિ થાય છે તેવી ભાવના ભાવે છે તે બાધિદુર્લભ ભાવના કહેવાય છે કારણ કે કોઈપણ સાધનામાં જ્ઞાન તે મહત્વની બાબત છે અને સમ્યગજ્ઞાનથી જ વેદવિજ્ઞાનની દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે આત્માના નિજ સ્વભાવને ઓળખવાની દષ્ટિ મળે છે માણસને સાચું જ્ઞાન જે પ્રાપ્ત થઈ જાય તે તે સંસારથી મુક્તિ પ્રાપ્ત કરી શકે અને અશુભ વિચારે કે સંસારમાં ભટકાવનાર અજ્ઞાનતાથી મુક્ત બને સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરેલ જીવ ચા રેગ્યમાં સ્થિર થઈને સમાધિયુકત બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org