________________
[૧૬૧] દ્વાર બંધ થઈ જવા. સંવર અને પ્રેક્ષા કરતી વખતે સાધક કે જે આશ્રવના છિદ્રો બંધ કરી શક્યા છે તે હવે સંચિત થયેલા કર્મોના ક્ષય માટે પ્રયત્નશીલ બને છે. તે મન, વચન અને કાયની શુદ્ધ પ્રવૃત્તિઓથી માત્ર આત્માનું ધ્યાન કરે છે અને તે ધર્મધ્યાન તથા શુકલધ્યાનમાં પ્રવેશ કરે છે. સંવરની અનુપ્રેક્ષા એટલે ભાવના કરનાર પિતાના કર્મોને નષ્ટ કરીને મુક્તિ તરફ અગ્રસર થાય છે.
(૯) નિર્જરાનુપ્રેક્ષા
જ્યારે કર્મોનું આશ્રવ બંધ થાય છે અર્થાત્ સંવર થાય છે અને સાધક કમેના ક્ષય માટે ધ્યાનસ્થ બને છે ત્યારે સ્વયમેવ કર્મોની નિર્જરા અર્થાત્ નાશ થવા લાગે છે. સાધક પોતાની સાધના અને તપ દ્વારા કર્મોને નાશ કરે છે અર્થાત્ વેદનાને દૂર કરે છે એટલે વેદનાઓનું નિરાકરણ કે નાશ તેશ નિર્જરા છે સાધક સાધના કાલના પરિસહ સહન કરીને તેમના ઉપર વિજય પ્રાપ્ત કરે છે અને કર્મોને ક્ષય કરે છે ત્યારે તે નિર્જરાનુપ્રેક્ષામાં પ્રસ્થાપિત થાય છે.
(૧૦) લેકાનુપ્રેક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org