________________
[૧૧૭] ગણવામાં આવી છે. સૌથી પહેલા દાન સત્પાત્રને જ આપવાનું હોય છે. સત્પાત્રમાં સર્વશ્રેષ્ઠ પાત્ર તરીકે મુનિઓ, ત્યાગીવતી આવે છે. અને પછી જેઓને ખરેખર જરૂર છે તેવા સાધમ બંધુઓ એને અન્યજનોને સમાવેશ થાય છે. દાન આપતા પહેલા તેની જરૂરિયાતની પૂરતી ચકાસણી કરવી જ જોઈએ આપેલા દાનને જે દુરુપયોગ થાય કે તેનાથી હિંસાત્મક પ્રવૃતિઓ કરવામાં આવે તે દાન આપનારને તેને અતિચાર લાગે છે.
ઔષધિદાનઃ
ઔષધિદાનનું સ્થાન દાનમાં સર્વપ્રથમ ગણવામાં આવે છે. આજે વિશ્વમાં લાખે-કરોડે માનવીઓ અનેક દુખેથી પીડાય છે અને તેઓની પાસે પૂરતી દવાની સગવડ નથી. આપણે વાંચીએ છીએ, જાણીએ છીએ કે દવાના અભાવે અનેક લેકે જીવન ગુમાવે છે. પોષક આહાર એ પણ દવાનું જ એક અંગ છે અને આપણે આપણા દ્રવ્યને ઉપગ આ રીતે દવા દ્વારા રોગીઓની સેવા કરીને કરી શકીએ છીએ અને અનેક લેકને જીવનદાન પ્રાપ્ત કરવામાં મદદ કરી શકીએ છીએ એ સત્ય છે કે મૃત્યુને ટાળી શકાતું નથી પરંતુ સ્વાસ્થયને અભાવે પીડાતા લેકે ને જરૂર નવજીવન અર્પી શકાય છે. ઉત્કૃષ્ટ ઔષધિદાન તે એ છે કે રોગીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org