________________
[૧૧૮] ખબર પણ ન હોય અને તેને દવા પ્રાપ્ત થાય આજે મારી દષ્ટિએ તે જે લેકોએ મોટી–મોટી હોસ્પિટલ અને દવાની સગવડે કરી છે તેઓએ સાચા અર્થમાં દાન કર્યું છે. માત્ર માણસે જ નહિ, પશુપક્ષીઓના જીવનદાન માટે પણ હેસ્પિટલ બનાવવી, દાન અપાવવા તે ઉત્તમ કાર્ય છે વર્તમાન વિજ્ઞાનની શોધમાં અનેક બેંમ્બવિસ્ફોટને લીધે પ્રદુષણને લીધે નિરંતર રોગો વધી રહ્યા છે ત્યારે ઔષધિ દાનથી મોટું કાર્ય શું હોઈ શકે ?
શાસ્ત્રદાનઃ
શાસ્ત્રદાનને થોડું વિશાળ દષ્ટિએ મૂલવીએ તેને અર્થ વિદ્યાદાન થાય શ્રાવકે, મુનિએ, ત્યાગવૃતીઓને આગમનું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે તેઓને શાસ્ત્ર ઉપલબ્ધ કરાવવા જોઈએ અને ચારિત્ર્યપાલન કરનાર સાધુઓ માટે તે જ્ઞાન અત્યંત જરૂરી છે અને ધર્મના સત્ય સ્વરૂપને સમજવા માટે શ્રાવકને પણ શાસ્ત્રજ્ઞાન જરૂરી છે તે માટે જરૂરી છે કે અસંખ્ય શાસ્ત્રો કે જે આજે અંધકારમાં ઉધઈને ભક્ષ્ય બની રહ્યા છે તેવા દુર્લભ ગ્રંથને પ્રકાશમાં લાવવા જોઈએ જેથી લુપ્ત કે આચ્છાદિત ધર્મ પુન:પ્રકાશમાં આવે અને લેકે પિતાની સંસ્કૃતિથી પરિચિત થાય અને જ્યારે લેકે આવા જ્ઞાનથી પરિચિત થશે ત્યારે તેઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org