________________
[૧૧૬] ઉપરોકત બારવ્રતની આટલી વિષદ્ રીર્ચા કરતાં કરતાં એક સ્પષ્ટતા તે થઈ જ છે કે જીવનમાં મન, વચન, કર્મથી સ્થૂલ કે સૂક્ષ્મ હિંસા ન કરવી, કટુવચનથી કેઈનું મન ન દુભાવવું અને જીવન જીવવા માટે જરૂરી હોય તેટલી જ વસ્તુઓ અને ગમનાગમનની મર્યાદા રાખવી જોઈએ. અને આ બધાની પાછળ સર્ચરિત્ર માનવ બનવાની જ ભાવને રહેલી છે. હું તે દઢતાપૂર્વક કહી શકું છું કે વર્ગસંઘર્ષ કે કોઈપણ સંઘર્ષ દૂર કરવા હશે તે વિષે આ વ્રતનું પાલન કરવું જ પડશે.
બારમાં જે કે દાનની ચર્ચા આવી જ છે છતાં સંક્ષિપ્તમાં ચાર પ્રકારના દાનની ચર્ચા કરવી યોગ્ય ગણાશે.
દાન !
સામાન્ય રીતે દાન એટલે દેવું. જ્યારે એક વ્યકિત પિતાની જરૂરિયાત કરતાં જે વધારે વસ્તુ હોય અને બીજાને સમતાભાવથી આપે તે તેને જ દાન કહેવાય એટલે દાનની પહેલી શરત આપનારની સમતા છે જૈન ધર્મમાં દાનને મહિમા સવિશેષ છે. કારણ કે અપરિગ્રહવાદમાં અને સમતા વાદના કેન્દ્રમાં આપવાની વૃતિની મહત્તા છે. અને ખુબ ચિક્કસાઈપૂર્વક ગ્રહણ કરનારની યેગ્યતાને પણ મહત્વપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW