________________
ભારતીય તત્ત્વવિદ્યાને લક્ષી લખાયેલાં છે. દરેક વ્યાખ્યાનના મુખ્ય વિષય તે તે વ્યાખ્યાનને મથાળે નિર્દે શલા છે, અને તે તે વિષયને લગતા જે જે નાના-મેટા મુદ્દાએ ચર્ચા છે, એનાં પેટા-મથાળાં પણ ત્યાં ત્યાં આપ્યાં છે. વ્યાખ્યાનાને અંતે એક સૂચિ આપેલી છે, જેમાં પારિભાષિક-શબ્દો, વિશિષ્ટ વ્યક્તિએ, શ્ર^થા, ગ્રંથકાર વગેરેની પાનાવાર યાદી છે. તેમ જ જે જે ગ્રંથાના આધાર તરીકે મેં ઉપયોગ કર્યો છે, અને જે પ્રથા ટિપ્પામાં નિષ્ટિ છે તેની યાદી પણ એ સૂચિમાં આવી જાય છે.
હું અમદાવાદમાં હતા, અને વ્યાખ્યાન લખવાના પ્રસંગ આવતાં કાશી ચાલ્યા ગયા. લગભગ ત્રણ મહિના રહ્યો, પણ આ વ્યાખ્યાના તા દોઢ-બે માસમાં જ લખાઇ ગયેલાં. કાશીમાં જવાથી જે ઝડપ થઈ અને લખવામાં મને જે ધણી અનુકૂળતા રહી તેનેા યશ બહુશ્રુત અને કઠ પડિત દલસુખ માલવિયાને ફાળે જાય છે. હું ત્યાં ગયા ન હૈાત, અને ત્યાં ગયા છતાં તેમને સચેતન સહકાર મળ્યા ન હોત, તા મારું આ કામ ઢીલમાં પડત, અને કાંઈક પાંગળું તા રહેત જ. તેઓ મારા વિદ્યાર્થી તેા છે જ, પણ તેથી ય વધારે મારા સહૃદય સખા છે. એટલે આભાર શબ્દ ન લખતાં અત્રે માત્ર તેમનુ સ્મરણ જ પૂરતું છે.
કાચા ખરડા કરી લીધા પછી પણ તેના ઉપર અનેક રીતે હાથ અજમાવવાના હાય છે. હું તે છું તે પરચક્ષુપ્રત્યય, પણ મને અનેક ચક્ષુષ્માન મિત્રો મળી રહે છે. અમદાવાદ આવીને એ કાચા ખરડા ઉપરથી પાકુ લખાણ તૈયાર કરવા સુધીમાં અનેક મિત્રોએ સદ્ભાવપૂર્વક મદદ આપી છે. તે બધાંનું નામેાલેખપૂર્વક સ્મરણ કરી જગ્યા રોકતા નથી. પણ ત્રણ નામેાના ઉલ્લેખ કર્યા વિના ન જ રહી શકુ, ગુજરાત વિદ્યાસભા—ભા. જે. વિદ્યાભવનના અધ્યક્ષ અને વિવિધ વિષયાના તલસ્પર્શી વિદ્વાન શ્રીયુત રસિકલાલ છે. પરીખ, એ મારા ચિરમિત્ર અને ચિરસાથી પણ ખરા. હું જ્યારે પણ કાંઈક ગંભીર લખુ` કે વિચારુ' ત્યારે તેમની સ`મતિની મુદ્રા પછી જ એને પ્રકાશમાં મૂકવાનું હંમેશાં વિચારતા આવ્યો છું. તેથી મેં મારાં આ પાંચે વ્યાખ્યાન તેમને વચાવ્યાં. તેમણે સ'મતિ આપી અને યત્રતંત્ર સુધારણાની સૂચના પણૢ કરી. તેમના આ કાર્યનું મારે મન બહુ માટું મૂલ્ય છે. ડા. ઇન્દુકલા એચ. ઝવેરી, જે મારાં વિદ્યાર્થિની પણ છે, તેમણે વ્યાખ્યાનાની પાકી નકલ કરવામાં તે ખૂબ જહેમત લીધેલી જ, પણ સૂચિનું અટપટું અને ક'ટાળાભરેલુ' કામ પણ તેમણે જ કરી આપ્યું છે.
વડોદરા યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને ઑરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટના ડિરેકટર, મારા યુવાન મિત્ર ડો. ભાગીલાલ સાંડેસરાના પ્રથમથી જ અનુરોધ હતા કે મારે આ વ્યાખ્યાન માટેના આમંત્રણને સ્વીકારવુ'. મેં એ સ્વીકાર કર્યાં. વ્યાખ્યાને આપવા વડાદરા ગયા ત્યારે એમને જ ત્યાં રહ્યો-જોકે તે પોતે તે વખતે અમેરિકામાં હતા, પણ તેમનાં પત્ની શ્રીમતી ચન્દ્રકાન્તા, એ તેમનાં સાચાં પ્રતિનિધિ સિદ્ધ થયાં. આ રીતે આ વ્યાખ્યાને માટેના આમ ત્રણના સ્વીકારથી માંડી એ અપાયાં અને ગ્રંથસ્થ થયાં ત્યાં સુધીની લાંખી પ્રક્રિયામાં સાંડેસરા કુટુના મમતાભર્યા સાથ રહ્યો છે, તેનું સ્મરણ કર્યા વિના મારાથી આ પુરાવચન પૂરું કરી શકાય તેમ છે જ નહીં.
સરિત્નુંજ, અમદાવાદ-૯
તા. ૧૮-૧૧-૧૯૫૮
અમદાવાદ,
}
ખીજી આવૃત્તિ વખતે કશું ઉમેરવાનું નથી.
તા. ૧૭-૧૧-’૭૧
Jain Education International
For Private & Personal Use Only
સુખલાલ
સુખલાલ
www.jainelibrary.org