________________
જૈિન કોસ્મોલોજી
પરિશિષ્ટ-૧ (૮૨) કિલ્બિષિક દેવોના પ્રકાર અને નિવાસરથાનો.. (૧) કિલ્શિષ=પાપ, તે જેઓમાં છે, તે ચારિત્રી છતાં જ્ઞાનાદિનો અવર્ણવાદ બોલનારા હોય છે. માટે જ કહ્યું છે... Is नाणस्स केवलिणं, धम्मायरियाणं सव्वसाहुणं । माई अवण्णवाई, किब्बिसं भावणं कुणइ ।।
શ્રુતજ્ઞાન-કેવળજ્ઞાની, ધર્માચાર્ય (ધર્મોપદેશક) અને સર્વ સાધુઓની, અન્ય સ્થળે ‘સંઘસાદુ' એવો પાઠ પણ મળે છે. તેથી ચતુર્વિધ સંઘ અને સર્વ સાધુઓનો અવર્ણવાદ બોલનારા કિલ્બિષિક ભાવના કરે છે. અવર્ણકનિંદા, ખોટા દોષો પ્રગટ કરવા, તેમાં પ્રથમ શ્રુતજ્ઞાનના અવર્ણવાદનું વર્ણન કરે છે... s काया वया य ते च्चिय ते चेव पमायअप्पमाया य । मोक्खाहिगारियाणं जोइसजोणिहिं किं कज्जं ।
તે જ પૃથ્યાદિ કાયો, પ્રાણાતિપાત વિરમણાદિ વ્રતો, તે જ મદ્યાદિ પ્રમાદો અને તેના વિપક્ષ રૂપ અપ્રમાદો તે તે સૂત્રમાં વારંવાર કહેવાય છે. બીજું વિશેષ કાંઈ પણ નથી, માટે પુનરુક્ત દોષ છે. વળી, મોક્ષનાં અધિકારીને સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે જયોતિષશાસ્ત્રનું અને યોનિયોનિપ્રાભૃત વગેરેનું શું કામ છે? કારણ કે તે તો ભવ(સંસાર)નું કારણ છે. હવે - કેવળજ્ઞાનીનાં અવર્ણવાદનું વર્ણન કરે છે. s एगंतरमुप्पाए अण्णोण्णावरणया दुवेण्डंपि । केवलदंसणणाणामेगकाले य एगत्तं ॥
કેવળજ્ઞાનીને કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉપયોગ એકાંતર અનુક્રમે ઉત્પન્ન થાય તો બંને ઉપયોગમાં પણ બંને પરસ્પર આવરણ રૂપે થાય છે. એટલે જ્ઞાનોપયોગનો પ્રતિબંધક દર્શનનોપયોગ થાય અને દર્શનોપયોગનો પ્રતિબંધક જ્ઞાનોપયોગ થાય અને બંને જો ઉપયોગ એક કાળે જ હોય તો તે બંનેનો એકત્વ અભેદ થઈ જાય. ઈત્યાદિ હવે ધર્માચાર્યનાં અવર્ણવાદનું વર્ણન કરે છે... Is णच्चाइहिं अवत्रं विभासइ वट्टइ नयावि उववाए (यारे) । अहिओ छिद्दप्पेहि पगासवाइ अणणुकूलो ।।
જાત્યાદિ વડે અવર્ણવાદ બોલે. જેમકે આ ઊચ્ચ જાતિનાં નથી, લોકવ્યવહારમાં કુશળ નથી, ઔચિત્ય પણ જાણતા નથી એમ વિવિધ રીતે ગુરુને કહે, ગુરુના ઉપચાર (નિયમમાં) ન વર્તે. અહિતકારક, છિદ્રને જોનાર, પ્રકાશવાદિ, સર્વ સમક્ષ ગુરુના અછતા દોષોને કહે તથા સર્વદા અનનુકૂલ રહે.... ઇત્યાદિ. હવે સુસાધુનું અવર્ણવાદ કહે છે. अ अविसहणातुरियगइ अणाणुवत्ति य अवि गुरुणंपि । खणमेत्तपीइरोसा गिहीवच्छलगा य संचइया ॥
આ સાધુઓ અસહનશીલ છે. કારણ કે તેઓ એક બીજાને સહન કરતા નથી. તેથી એક બીજાની સાથે દેશાંતરમાં ભ્રમણ કરે છે. નહીં તો એક સ્થળે બધા ભેગા મળીને કેમ ન રહે? તથા અત્વરિતગતિવાળા હંમેશાં કપટ વડે લોકોને આકર્ષિત કરવા માટે મંદગતિએ ચાલે છે. ગુરુ મોટાઓને અનુસરતા નથી. કારણ કે સ્વભાવથી નિષ્ફર છે. વળી, ક્ષણમાત્રમાં રાષ્ટ્ર અને તુષ્ટ થાય છે. ગૃહી-ગૃહસ્થો ઉપર વાત્સલ્ય (પ્રેમ) રાખનારા અને “સંચયિકા - સર્વવસ્તુઓનો સંચય કરનારા હોય છે... હવે માયાવીના સંબંધે કાંઈ કહે છે...
गुहइ आयसहावं छायइ गुणे परस्स संतेऽपि । चोरो व्व सव्वसंकी गुढायारो वितहभासी ।
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org